Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કેન્સરની સારવાર લઇ રહેલ સોનાલીનો નવો લુક થયો વાઇરલ

મુંબઈ: ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહેલી સોનાલી સમયાંતરે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. અવારનવાર એના ફોટોગ્રાફ્સ અને તબિયતના અપડેટ આપતી રહે છે. તાજેતરમાં સોનાલીએ એનો એક નવો લુકવાળો ફોટો શેયર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરેલા ફોટામાં સોનાલી એક સલૂનમાં છે અને એની સાથે ત્યાંની જાણીતી હેર સ્ટાઇલિસ્ટ પણ છે. સોનાલીએ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું હતું, ક્યારેક તમે આૃર્યજનક વ્યક્તિને મળતા હો છો.. દરમિયાન કોઈ આપને અજનબી તરીક મળે છે પણ ટૂંક સમયમાં દોસ્ત બની જાય છે. એવી એક વ્યક્તિ એટલે પ્રતિભા હેર સ્ટાઇલિસ્ટ અને વિગ મેકર છે.

(4:20 pm IST)