Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ફિલ્મ પીહુનું નવું પોસ્ટર લોન્ચ

મુંબઈ: વિનોદ કાપડી દિગ્દર્શિત ફિલ્મ પીહુનું નવું પોસ્ટર લોન્ચ કરાયું. જેમાં ફિલ્મની મુખ્ય કલાકાર પીહુ દેખાય છે. ફિલ્મમાં બે વરસની પીહુ એક રૂમમાં પુરાઈ જાય છે. પછી જે ઘટનાઓ બને છે એમાં રહસ્ય અને રોમાંચ એટલાં છે કે દર્શકોના રૃંવાટાં ખડા થઈ જશે. ફિલ્મના દિગ્દર્શક વિનોદ કાપડીએ એક મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે, ફિલ્મના શૂટિંગ સમયે બે વરસની બાળકી પાસે કામ કરાવવું ખરેખર ઘણું મુશ્કેલ કામ હતું. ઘણા સીન અમે ચોકલેટ અને રમકડાંની લાલચ આપી શૂટ કર્યા હતા. ફિલ્મની શરૂઆત કરી ત્યારે સૌથી મોટો પડકાર હતો કે બે વરસની બાળકી પાસે કામ કેવી રીતે કઢાવવું?

(4:20 pm IST)