Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

૬૦૦૦ લગ્નના માંગા ઠુકરાવી ચુકયો છે પ્રભાસ : એક ફિલ્મનો ચાર્જ લે છે અધધધ... ૩૦ કરોડ

મુંબઇ તા. ૨૪ : 'બાહુબલી'નાં નામથી જાણીતા અભિનેતા પ્રભાસે કાલે પોતાનો ૩૯મો જન્મદિવસ મનાવી લીધો. પ્રભાસનું પુરુ નામ પ્રાભાસ રાજુ ઉપ્પાલાપાટિ છે. જો કે તેને પ્રભાસનાં નામે ઓળખવામાં આવે છે. 'બાહુબલી' બાદ પ્રભાસ કોઈ બીજી ફિલ્મમાં જોવા મળ્યો નથી. તે જલ્દી શ્રદ્ઘા કપૂર સાથે ફિલ્મ 'સાહો'માં જોવા મળશે.

પ્રભાસ એકવારમાં એક જ ફિલ્મ કરવાનું પસંદ કરે છે અને તેની દરેક મૂવીનું શૂટ અંદાજે ૬૦૦ દિવસ ચાલે છે. સૌથી ખાસ વાત એ છે કે ૧૫૦૦ કરોડ કમાનારી ફિલ્મ બાહુબલીનું શૂટ ૫ વર્ષ ચાલ્યુ હતુ. આ ફિલ્મની શૂટિંગ દરમિયાન પ્રભાસને ઘણી મોટી ફિલ્મોની ઓફર આવી પરંતુ તેણે દરેક ફિલ્મને ના કહી છે. પ્રભાસે તેલુગૂ ફિલ્મ 'ઈશ્વર'દ્વારા ફિલ્મી દુનિયામાં પગ રાખ્યો હતો. ત્યારબાદ તે 'રાઘવેન્દ્ર', 'વર્ષમ', 'યોગી', 'એક નિરંજન', 'રેબેલ', 'બાહુબલીૅં ધ બિગનિંગ'અને 'બાહુબલી : ધ કન્કલૂઝન'જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. 'સાહો'તેની પહેલી બોલીવુડ ફિલ્મ છે. પ્રભાસ 'સાહો'ને ગણીને અત્યાર સુધી કુલ ૧૯ ફિલ્મોમાં કામ કરી ચુકયો છે.

નિર્દેશક સંજય લીલા ભંસાલીએ 'બાહુબલી'થી પ્રભાવિત થઈને પોતાની ફિલ્મ 'પદ્માવત'માં પ્રભાસને રાજા રતન સિંહનો રોલ ઓફર કર્યો હતો. પ્રભાસ એ સમયે 'બાહુબલી-૨'નું શૂટિંગ કરી રહ્યો હતો તેથી તેણે ફિલ્મમાં કામ કરવાની ના કહી દીધી હતી. 'બાહુબલી' ફિલ્મમાં વ્યસ્ત હોવાના કારણે પ્રભાસ ૫ વર્ષમાં ૬ હજાર લગ્નની વાતો ઠુકરાવી ચુકયો છે. પ્રભાસ હિન્દી ફિલ્મોનો શોખીન છે અને તેણે આમિર ખાનની '૩ ઇડિયટ્સ' ૨૦ વાર જોઈ છે.

ફિલ્મ 'બાહુબલી'માટે પ્રભાસને ૧.૫ કરોડ રૂપિયાનાં જીમ ઇકિવપમેન્ટ ફિલ્મ નિર્માતા દ્વારા ગિફટ કરવામાં આવ્યા હતા. તેઓ પ્રભાસને પોતે કલ્પેલા રૂપમાં જોવા ઇચ્છતા હતા. જે અનુસાર તેમણે વજન વધારવાનું હતુ અને ફિટ દેખાવાનું હતુ. પ્રભાસને 'બાહુબલી'ફિલ્મ માટે ૨૫ કરોડ રૂપિયા મળ્યા હતા. અત્યારે પ્રભાસ એક ફિલ્મ માટે ૩૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.(૨૧.૬)

(10:28 am IST)