Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

લોંગ ટર્મ રિલેશનશીપમાં હોઇએ તો તમારા પાર્ટનર કે ફ્રેન્‍ડઝની પોઝીટીવ વાત હંમેશા યાદ રાખો

કોઇપણ બાબતમાં એકરાર કે માફી માંગવામાં સમજદારીઃ માફી માંગવાથી વિષયવસ્‍તુ સુધરી જાયઃ ઇરા ખાન અને નુપર શિખર 2 વર્ષથી લોંગ ટર્મ રિલેશનશીપમાં હતા

મુંબઇઃ તાજેતરમાં આમીર ખાનની પુત્રી ઇરા ખાને પોતાના લોંગ ટર્મ બોયફ્રેન્‍ડ નુપુર શિખર સાથે સગાઇ કરી લીધી છે. નુપુરે ઘુંટણ પર બેસીને ઇરાને પ્રપોઝ કર્યુ હતુ. જેનો વીડિયો ઇન્‍સ્‍ટાગ્રામમાં શેર થયો હતો. આપણે લોંગ ટર્મ રિલેશનશીપની બાબતમાં એકરાર કે માફી માંગવી જોઇએ. પ્રેમથી ભરેલુ હગ ઓક્‍સિટોસિન હોર્મોન્‍સ રિલીઝ કરવાનો સારો વિકલ્‍પ છે. જેનાથી સ્‍ટ્રેસ ઓછો થાય છે. તમારા પાર્ટનર કે ફ્રેન્‍ડઝ વચ્‍ચેનું કનેકશન પણ મજબુત બનશે.

બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનની પુત્રી ઈરા ખાને પોતાના લોંગ ટર્મ બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી લીધી. ઈરા ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જ્યાં એક ઈવેન્ટ દરમિયાન નૂપુરે ઘૂંટણ પર બેસીને ઈરાને પ્રપોઝ કરી દીધું. તમને જણાવી દઈએ કે ઈરા ખાન અને નૂપુર શિખરે બે વર્ષ કરતાં વધારે સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને લોંગ ટર્મ રિલેશનશિપમાં હતા. જો આપણે લોંગ ટર્મ રિલેશનશિપની વાત કરીએ તો અવારનવાર તે વધારે સમય સુધી ટકતી નથી. પરંતુ આ લેખ દ્વારા અમે તમને લાંબા સમય સુધી કેટલીક ટિપ્સ શેર કરીશું.

પોઝિટિવ વાત યાદ રાખો:

જો તમે લોંગ ટર્મ રિલેશનશિપમાં હોઈએ તો તમારા પાર્ટનરની પોઝિટિવ વાતને યાદ રાખો. સંબંધ જ્યારે પોતાના હોય, દિલની નજીક હોય અને ખાસ હોય તો આપણે તે વાતનું ઝડપથી ખોટું માનીએ છીએ. તેનાથી અનેકવાર વાત બનતાં-બનતાં બગડી જાય છે. જ્યારે વસ્તુ ખોટી હોય તો તે ભૂલવું સરળ હોય છે.

કમિટમેન્ટ:

કોઈપણ રિલેશનશીપની શરૂઆત થતી હોય ત્યારે તેમાં કમિટમેન્ટ ખૂબ જરૂરી છે. કારણ કે કમિટમેન્ટના આધારે જ રિલેશનશીપ સારી અને મજબૂત બનતી હોય છે. કમિટમેન્ટ કર્યા પછી રિલેશનશીપમાં કોઈપણ મુશ્કેલી આવે તો પણ તેમાંથી પાછળ ન હટવું જોઈએ.

માફી માગી લેવી:

રિલેશનશીપમાં એકબીજાથી ભૂલ થાય તે સ્વાભાવિક છે. નાની વાત પર વાતચીત બંધ કરી દેવી કે તેને પોતાના દિલની વાત કર્યા વિના રડતાં રહેવું તે સારું નથી. તેની જગ્યાએ પોતાના પાર્ટનરને તરત સોરી બોલવાથી કે માફી માગી લેવાથી વસ્તુ સુધરી જાય છે. કોઈપણ વસ્તુનો એકરાર કરવામાં જ સમજદારી છે. આવું કરવાથી એકબીજાને વધારે સારી રીતે સમજી શકાય છે.

હગ કરો:

એક પ્રેમથી ભરેલું હગ ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ કરવાનો સારો વિકલ્પ છે. તેનાથી તણાવ કે સ્ટ્રેસ ઓછો થાય છે. અને તમારી રિલેશનશીપ વધારે મજબૂત બને છે. તેનાથી તમારી બંને વચ્ચેનું કનેક્શન પણ મજબૂત બનશે.

જિજ્ઞાસુ બનો:

જો તમે લોંગ ટર્મ રિલેશનશીપમાં હોય તો તમારા પાર્ટનરને લઈને જિજ્ઞાસુ બનો. સંબંધમાં થોડું અંતર અને તેની સાથે થોડી ક્યુરિઓસિટી એટલે જિજ્ઞાસુ હોવી જરૂરી છે. જેનાથી તમારી રિલેશનશીપ વધારે સારી અને મજબૂત બનશે.D

(5:16 pm IST)