Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

રશ્મિકાએ પુરું કર્યુ હિન્દી ફિલ્મનું શુટીંગ

સાઉથની સુંદરી રશ્મિકા મંદાના બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. તેની એકપણ ફિલ્મ અહિ રિલીઝ નથી થઇ. આમ છતાં અસંખ્ય ચાહકો તેણે ઉભા કરી લીધા છે. બોલીવૂડમાં તે મિશન મજનૂ નામની ફિલ્મ કરી રહી છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેનો મુખ્ય રોલ છે.

આ ફિલ્મનું શુટીંગ તાજેતરમાં પુરુ કરવામાં આવ્યું છે. રોની સ્ક્રૂવાલા દ્વારા નિર્મિત આ ફિલ્મનું શુટીંગ ખતમ થતાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. ૧૯૭૦ના દાયકાની આ સ્ટોરી છે જેમાં સિદ્ધાર્થ એક રો એજન્ટની ભૂમિકા ભજવી રહ્યો છે. તે પાકિસ્તાનમાં ભારતનો જાસૂસ બન્યો હોય છે. આ ફિલ્મના નિર્દેશક અમર બુટાલાએ કહ્યું હતું કે 'આ પડકારજનક સમયમાં સમયસર શૂટિંગ કરવાની સાથે અમે આ ફિલ્મનું શૂટિંગ સમયસર પૂરું કર્યું એ અમારા માટે ખુશીની વાત છે. સિધ્ધાર્થ સાથે કામ કરવાની ખુશી છે. તેણે તેના અંદાજમાં ફિલ્મને વધુ સારી બનાવી દીધી છે.રશ્મિકા અન્ય એક હિન્દી ફિલ્મ પણ કરી રહી છે.

(10:18 am IST)