Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

મેઇડ ઇન ચાઇના ફિલ્મનું પ્રથમ ગીત ઓઢણી રજુ થતા અભિનેત્રી મૌની રોય છવાઇ ગઇ

નવી દિલ્હી : ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યા રિલીઝ થયા બાદ જ રાજકુમાર રાવના ફેન્સને એમની આગામી ફિલ્મ મેડ ઇન ચાઇનાનો ઇંતજાર છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મનું જોરદાર ટ્રેલર હાલમાં ધૂમ મચાવી રહ્યું છે. આ સંજોગોમાં ફિલ્મનું પ્રથમ ગીત ઓઢણી... સામે આવ્યું છે જે ઝડપથી શેયર થઇ રહ્યું છે.

આ ગીતમાં રાજકુમાર રાવની સાથે મૌની રોય હોટ દેખાઇ રહી છે. ગીતમાં મૌની રોય સાથે રાજકુમાર પણ જબરજસ્ત ડાન્સ કરતો દેખાય છે. આ ગીતમાં નેહા કક્કડ અને દર્શ રાવલનો અવાજ છે. ગીતમાં સચિન જિગરે પોતાનું મ્યુઝિક આપ્યું છે. લિરિક્સ નરેન ભટ્ટ અને જિગર સરૈયાએ ગીતના શબ્દો લખ્યા છે. રાજકુમાર રાવની આ ફિલ્મ કોમેડી ફ્લેવર તો આપે છે સાથોસાથ બજારવાદને પણ નિશાને લઇ રહી છે. રાજકુમાર અહીં એક યુવા ઉદ્યોગકારની ભૂમિકામાં છે. ટ્રેલર જોતાં સમજ પડી જાય એમ છે કે એમના નવા નવા બિઝનેસ આઇડિયા લોકોને હસાવાની સાથે લોટપોટ કરી રહયા છે.

ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાંત મૌની રોય, અમાયરા દસ્તૂર, પરેશ રાવલ, બોમન ઇરાની અને સુમિત વ્યાસ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(5:28 pm IST)