Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સનાયા ટીવીથી ફિલ્મી પરદે

રાજ, ૧૯૨૦, હાઙ્ખન્ટેડ જેવી હાઙ્ખરર ફિલ્મો આપનારા નિર્દેશક વિક્રમ ભટ્ટ ફરી એકવાર નવી કહાની લઈને દર્શકો સામે આવી રહ્યા છે. વિક્રમ ભટ્ટની આ ફિલ્મનું નામ છે- દ્યોસ્ટ. જેમાં સનાયા ઈરાની અને શિવમ ભાર્ગવ મુખ્ય રોલ નિભાવી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, જે ખુબ ડરામણું છે. ફિલ્મ અઢારમી આઙ્ખકટોબરે રિલીઝ થશે. વાસુ ભગવાની આ ફિલ્મના નિર્માતા છે. ટીવીની દુનિયામાં નામના મેળવી ચુકેલી સનાયા ઈરાની આ ફિલ્મમાં લીડ રોલ કરતી જોવા મળશે. ચાહકો સમક્ષ હવે સનાયા ટીવી પરદેથી ફિલ્મી પરદે આવી રહી છે. ટ્રેલર જોતાં જણાય છે કે સનાયાનું કામ ખુબ જ સરસ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૧માં ફિલ્મની તૈયારી શરૂ થઈ ચૂકી હતી. પરંતુ વિવિધ કારણોસર ફિલ્મ ટળતી આવી હતી. પહેલા ફિલ્મમાં સ્ટારકાસ્ટ પણ અલગ હતા. હવે જયારે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, ત્યારે જોવાનું દિલચસ્પ રહેશે કે દર્શક આ હાઙ્ખરર ફિલ્મથી કેટલા રોમાંચિત થાય છે. અત્યારે બાઙ્ખલીવુ઼માં હાઙ્ખરર ફિલ્મોના નામ પર સ્ત્રી જેવી ફિલ્મો દર્શકો સામે આવી રહી છે. ત્યારે દ્યોસ્ટ જૂની હાઙ્ખરર ફિલ્મોની યાદ અપાવે છે, જયાં હાઙ્ખરરની સાથોસાથ લવ સ્ટોરી પણ છે. લાંબા સમયથી આવી કોઈ ફિલ્મ નહોતી આવી, જેથી દ્યોસ્ટ બાઙ્ખકસ આઙ્ખફિસ પર સફળ થાય તેવી શકયતા નકારી શકાય નહિ.

(10:07 am IST)