Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પિતાની સલાહને કારણે સફળ બની સારા અલી

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને ગયા વર્ષે જ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. સારાની પ્રથમ ફિલ્મ ભલે સુપરહિટ નિવડી ન હોઇ પરંતુ તેના અભિનયની બધાએ નોંધ લીધી હતી. તેણે બેસ્ટ એકટ્રેસ તરીકે દ્યણા અવોર્ડ્સ પણ જીત્યા છે. સારાની પહેલી ફિલ્મ કેદારનાથ હતી. બોલિવૂડમાં ડેબ્યૂ પહેલાં પિતા સૈફે સારાને ખાસ સલાહ આપી હતી. તેના કારણે જ તે સફળતા મેળવી રહી છે. સારાએ ખુલાસો કર્યો હતોં કે, મને મારા પિતાએ આર્ટ પર ફોકસ કરવાનું કહ્યું હતું.ઙ્ગસાથે-સાથે આમિર ખાન જેવા એકટર્સને ફોલો કરવાનું કહ્યું હતું, જેઓ પોતાના માટે પોતાના નિયમો બનાવી શકે છે. મને પિતાજીએ એમ પણ કહ્યું હતું કે હું જે સમજૂતીઓ કરીશ તેનાથી મારી ઇમેજ બનશે. સારાએ દ્યણા ઓછા સમયમાં સારું સ્થાન અને ઓળખ મેળવી છે, તે જોતાં લાગે છે કે, આ સ્ટાર દિકરીએ પિતાની વાતોને ગંભીરતાથી લીધી છે. સારાની અન્ય ફિલ્મો લવ આજકલની સિકવલ તથા કૂલી નંબર વનની સિકવલ પણ આગામી સમયે આવી રહી છે.

 

(10:06 am IST)