Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

કપિલ શર્મા શોની ભૂરી... સુમોનાની હોટ અદાઃ થાઇલેન્ડ ફરવા પહોંચી

ટીવી પરદાના સુપરહિટ કોમેડી શોમાં કપિલ શર્મા સાથે ભુરીનો રોલ નિભાવનારી સુમનો ચક્રવર્તી સતત કામમાંથી સમય કાઢી રજા ગાળવા માટે થાઇલેન્ડ પહોંચી હતી. ત્યાં તેણે રજાની ખુબ મજા માણી હતી. ટીવી પરદાનો ખુબ ચર્ચીત અને જાણીતો ચહેરો બની ચુકેલી અને અસંખ્ય ચાહકો ધરાવતી સુમોના અભિનયની સાથે સાથે પોતાના બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ લૂક માટે પણ ચર્ચા જગાવતી રહે છે. થાઇલેન્ડ બીચ પરની તેની કેટલીક હોટ તસ્વીરો વાયરલ થઇ હતી. જેમાં તે બિકીની સાથે સમુદ્ર કિનારે બેઠેલી જોવા મળે છે. તેનું પગમાં ચીતરાવેલુ ટેટૂ પણ જોઇ શકાય છે. ઇન્ટરનેટ પર સુમોનાની આ તસ્વીરોએ આગ લગાડી દીધી છે. સુમોના કપિલ શર્મા શો સાથે ખુબ લાંબા સમયથી જોડાયેલી છે. આ શો થકી જ તેને મોટી ઓળખ મળી છે. અગાઉ સુમોના ટીવી શો બડે અચ્છે લગતે હૈ તથા ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. 

 

(10:06 am IST)