Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

બિગબોસની તારીખને લઈને થયો ખુલાસો: 29 સપ્ટેબરથી થઇ શકે છે શરૂ

મુંબઈ: બિગ બોસની 13મી સીઝન આગામી 29 સપ્ટેબરથી શરૂ થવા જઈ રહી છે સોશિયલ મીડિયા પર બિગ બોસ 13ના ઘરની અંદરની  ફોટો સામે આવી છે આ વખતે બિગ બોસ હાઉસના એંટર્સ ગેટને અનોખો આકાર આપવામાં આવ્યો છે. જેને ગ્રીન પ્લાંટ્સથી શણગારવામાં આવ્યું છે આજ વખતે ઘરને આલીશાન લુક આપવામાં આવ્યો છે.

          ઓપન લિવિંગ રૂમને મોર્ડન બનાવવા માટે એટીક શોપીસ અને ફર્નિચરથી શણગારવામાં આવ્યું છે. કિચનને પણ વાઇબ્રન્ટ લુક આપવામાં આવ્યું છે. આ વખતે બિગ બોસનો સેટ મુંબઈની ફિલ્મ સિટીમાં બનાવવામાં આવ્યો છે.

(6:19 pm IST)