Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ડોટર્સ ડે નિમિતે સ્ટાર જોડી અજય દેવગન-કાજોલ, મહેશ બાબુ-નમ્રતા શિરોડકરે પુત્રી માટે સોશ્યલ મીડિયા ઉપર ભાવુક પોસ્ટ શેર કરી

નવી દિલ્હી : રવિવારે ડોટર્સ ડે પર બોલીવુડ સ્ટાર જોડી અજય દેવગન અને કાજોલ સહિત મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરએ પોતાની પુત્રી માટે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી છે. ન્યાયા સાથે એક જુની તસ્વીર શેયર કરતાં અજયે કહ્યું કે બધા દિવસ દિકરીઓ માટે હોવા જોઇએ.

તસ્વીર સાથેની કેપ્શનમાં અજયે લખ્યું કે, દિકરીઓ માટે બધા દિવસ હોવા જોઇએ, આજે તો ખાસ. કાજોલે પણ ન્યાસા સાથે પોતાની તસ્વીર શેયર કરી કેપ્શનમાં લખ્યું કે, તું હંમેશા મારી બાહોમાં સમાયેલી રહીશ. બેપ્પી ડોટર્સ ડે. તસ્વીરમાં કાજોલ ન્યાસાને ગળે લગાવતી દેખાઇ રહી છે. ન્યાસા ઉપરાંત આ સ્ટાર જોડીને નવ વર્ષનો એક દિકરો પણ છે. જેનું નામ યુગ છે.

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂ અને નમ્રતાએ પણ પોતાની પુત્રી સિતારાને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી અને એની સાથેનો એક ફોટો પણ શેયર કર્યો છે.

મહેશ બાબૂએ પોતાની પુત્રી માટે ભાવુક કરી દેનાર સંદેશ પણ લખ્યો છે. જેમાં શુભેચ્છા આપતાં પ્રેમ વ્યક્ત કર્યો છે. નમ્રતાએ પણ સિતારા સાથે વીડિયો શેયર કર્યો છે અને પુત્રીને ખાસ શુભેચ્છા આપી છે.

ડોટર્સ ડે પર અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કરી એક વીડિયો શેયર કર્યો છે જે ઘણો ભાવુક છે. વીડિયોમાં માતા પુત્રીના પ્રેમ અને અદભૂત સંબંધને દર્શાવાયો છે.

અહીં નોંધનિય છે કે, 22 સપ્ટેમ્બરે ભારતમાં પુત્રી દિવસની ઉજવણી કરવામાં આવી. આ ખાસ દિવસ પુત્રીઓ માટે હોય છે. ડોટર્સ ડે પર એમને ભેટ સોગાદ આપવામાં આવી અને દિવસ સેલિબ્રેટ કરાયો.

(4:45 pm IST)