Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ઇરફાનખાન અભિનીત બાંગ્લાદેશી ફિલ્મ ‘દૂબ- નો બેડ ઑફ રૉઝિસ’ને ઓસ્કારમાં એન્ટ્રી

મુંબઈ ;અભિનેતા ઇરફાન ખાન સ્ટારર બાંગ્લાદેશી ફિલ્મ ‘દૂબ- નો બેડ ઑફ રૉઝિસ’ને ૨૦૧૯ના ઓસ્કાર એવોર્ડ માટેની સત્તાવાર એન્ટ્રી જાહેર કરવામાં આવી હતી.

   ઇરફાન ખાન હાલ લંડનમાં મગજમાં કેન્સરની ગાંઠની સારવાર લઇ રહ્યો છે. વેરાયટી ડૉટ કોમના એક રિપોર્ટ મુજબ બાંગ્લાદેશની ઓસ્કાર સમિતિએ આ ફિલ્મને ઓસ્કારની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં એન્ટ્રી તરીકે મોકલવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

ઇરફાન આ ફિલ્મનો સહનિર્માતા પણ છે. આ ફિલ્મમાં એ એવા પ્રૌઢ ફિલ્મ સર્જકનો રોલ કરે છે જે પોતાની પુત્રીની બાળપણની દોસ્તને મળે છે ત્યારે એક કટોકટી સર્જાઇ જાય છેે.

ઇન્ડો બાંગ્લાદેશ સહયોગથી બનેલી આ ફિલ્મની કથા મુસ્તફા સરવર ફારુખીએ લખી છે. એમાં ઇરફાનની પત્નીનો રોલ રુકૈયા પ્રાચીએ, ઇરફાનની પુત્રીનો રોલ નુસરત ઇમરોઝ ટીશાએ અને પુત્રીની દોસ્તનો રોલ પર્ણો મિત્રાએ ભજવ્યો છે

(8:24 pm IST)