Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

'ઇશ્કબાજ' સિરીયલે સુરભી ચંદનાને આપી છે નવી ઓળખ

અભિનેત્રી સુરભિ ચંદના ટીવી પરદાનો ખુબ જાણીતો ચહેરો બની ગઇ છે. તેણે જાણીતા શો ઇશ્કબાજમાં અનિકાની ભૂમિકા નિભાવી ઘર-ઘરમાં ઓળખ ઉભી કરી લીધી છે. સુરભિ સોશિયલ મિડીયા પર પણ ખુબ સક્રિય રહે છે. ઇંસ્ટાગ્રામ પર અવાર-નવાર તે ખુબસુરત તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. આવી તસ્વીરોમાં તે ખુબ જ હોટ અને સેકસી દેખાતી હોય છે. મુંબઇમાં ૧૯૮૯માં જન્મેલી સુરભીએ કોલેજના સમયમાં જ મોડેલિંગ શરૂ કરી દીધું હતું. એ પછી તેણે અનેક વિજ્ઞાપનો કર્યા હતાં. ત્યારબાદ ટીવી પરદે કદમ માંડ્યા હતાં. ઝી ટીવીના શો 'કુબૂલ હૈ' તેની પહેલી સિરીયલ હતી. આ શોમાં તે હયા નામની યુવતિના રોલમાં હતી. આ એવી યુવતિ હતી જે બોલી કે સાંભળી શકતી નહોતી. જો કે તેને સફળતા સ્ટાર પ્લસના શો ઇશ્કબાજથી મળી છે. આ શોમાં તેની સાથે નકુલ મહેતા છે. શો આ વર્ષના અંતમાં પુરો થઇ જશે.

(9:50 am IST)