Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું કોમ્પ્યુટર ગ્રાફિકસનું બજેટ જ ૨૦૦ કરોડ

વિદેશની જેમ ભારતમાં પણ હવે મોંઘી ફિલ્મો બનવા માંડી છે. બાહુબલી સિરીઝની બે ફિલ્મો ૨૫૦ કરોડમાં બની હતી. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું બજેટ ૨૦૦ કરોડ છે. તો રોબોટ-૨.૦નું બજેટ ૫૪૨ કરોડ જેટલુ છે. હવે આ હરોળમાં કરણ જોહરની ફિલ્મ પણ પહોંચી ગઇ છે. કરણે અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટને લઇને ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બનાવી છે. આ ફિલ્મનું બજેટ પણ ૨૦૦ કરોડથી વધુ છે. માત્ર કોમ્પ્યુટર ગ્રાફિકસનો ખર્ચ જ બસ્સો કરોડ સુધી પહોંચી જવાનો અંદાજ છે. ફિલ્મનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશીત આ ફિલ્મ આવતા વર્ષે ૧૫ ઓગષ્ટના રોજ રિલીઝ થશે. બાહુબલીની જેમ આ ફિલ્મ પણ બે ભાગમાં આવશે.

(9:50 am IST)