Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

દમદાર-દિલચશ્પ સ્ક્રિપ્ટની રાહમાં છે શિલ્પા શેટ્ટી

અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફિલ્મી પરદેથી દુર થઇ ગઇ છે. જો કે તે કહે છે કે દિલચશ્પ સ્ક્રિપ્ટ મળશે તો પોતે ચોક્કસ બોલીવૂડમાં કમબેક કરશે. ૪૩ વર્ષની શિલ્પા શેટ્ટી હવે એક દિકરાની માતા છે. તેની છેલ્લી ફિલ્મ 'અપને' હતી. જે ૨૦૦૭માં આવી હતી. ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી કપૂર સાથે તેણે આ ફિલ્મ કરી હતી. શિલ્પાએ કહ્યું હતું કે હવે તેનો પુત્ર મોટો થઇ ગયો છે, તે હવે સાડા છ વર્ષનો થઇ ચુકયો છે. આથી હું હવે ફિલ્મો માટે સમય કાઢી શકુ તેમ છું. પરંતુ સારી મજેદાર સ્ક્રિપ્ટ હશે તો જ હું ફિલ્મમાં કામ કરવા વિશે વિચારીશ. શિલ્પાએ ઉદ્યોગપતિ રાજ કુંન્દ્રા સાથે લગ્ન કર્યા છે. ૧૯૯૩માં શિલ્પાએ બાઝીગર ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી એ પહેલા મોડેલિંગ પણ કર્યુ હતું. એ પછી મૈં ખિલાડી તુ અનાડી, ધડકન, ઇન્ડિયન, ગર્વ, દસ, રિશ્તે, લાઇફ ઇન એ મેટ્રો, ફિર મિલેંગે સહિતની ફિલ્મો કરી છે.

(9:49 am IST)