Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ચિત્રાંગદ સિંહા વેબ સિરીઝમાં કરશે કામ

મુંબઇચિત્રાંગદા સિંહ એક વેબ સીરીઝ દ્વારા ફરી અભિનય ક્ષેત્રે પાછી ફરી રહી છે. સીરીઝમાં તે અભિનય કરવાની સાથે સાથે નિર્માત્રી પણ છે. ચિત્રાગંદા સીરીઝ  દ્વારા નિર્માણક્ષેત્રે ડેબ્યુ કરી રહી છે.'' વેબ સીરિઝનું શૂટિંગ હું વરસના અંત અથવા તો આગામી વરસની શરૂઆતમાં કરું તેવી શક્યતા છે. સીરીઝ એક મ્યુઝિકલ ડ્રામા પર આધારિત હશે. હું વરસોથી જે તકની રાહ જોતી હતી તે હવે મને મળી છે. મને જણાવતાં આનંદ થાય છે કે, વેબ સીરીઝ દ્વારા હું નિર્માણક્ષેત્રે ડેબ્યુ કરી રહી છું.'' તેમ ચિત્રાંગદાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુંઉલ્લેખનીય છે કે, અભિનેત્રી છેલ્લી વખત ૨૦૧૮ની 'બાઝાર' ફિલ્મમાં સૈફ અલી ખાનની પત્નીના પાત્રમાં જોવા મળી હતી.

 

(1:07 pm IST)