Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

આગામી ફિલ્મમાં સોનમ કપૂર બનશે સ્પોટ જર્નાલિસ્ટ

મુંબઈ: અભિનેત્રી સોનમ કપૂર પોતાની આગામી ફિલ્મ ઝોયા ફેક્ટરના મુખ્ય પાત્ર માટે સજ્જ થઇને શૂટિંગની તૈયારીમાં પડી હોવાની માહિતી મળી હતી.દિલ્હીના વેપારી આનંદ આહુજા સાથે પરણ્યા બાદ અમેરિકાની મુલાકાત લઇને સોનમ તાજેતરમાં મુંબઇ પાછી ફરી હતી. ઝોયા ફેક્ટર ફિલ્મ સ્વીકાર્યા બાદ એ લેખિકા અનુજા ચૌહાણને મળી હતી અને પોતાના પાત્રને જીવંત કરવા માટે જરૃરી બાબતોની ચર્ચા અનુજા સાથે કરી હતી. આ એક સ્પોર્ટલક્ષી કથા હોવાથી સોનમે મુંબઇમાં આગેવાન સ્પોર્ટ જર્નાલિસ્ટ્સની મુલાકાત લીધી હતી અને તેમના કામ વિશે જરૃરી માહિતી ભેગી કરી હતી એવી પણ જાણકારી મળી હતી. ખાસ કરીને ક્રિકેટ મેચીઝનું કવરેજ કરતા પત્રકારોની સાથે એણે વિવિધ મુદ્દાની ચર્ચા વિચારણા કરી હતી. આ ફિલ્મમાં એની સાથે સાઉથનો સુપર સ્ટાર દલકેર સલમાન ચમકી રહ્યો છે. આ ફિલ્મમાં સોનમ એક એવી એડવર્ટાઇઝિંગ એક્ઝિક્યુટીવનો રોલ કરે છે જે ભારતીય ક્રિકેટ ટીમને વિશ્વ કપ જીતવાની પ્રેરણા આપે છે. એટલે હવે સોનમ એડવર્ટાઇઝિંગ ક્ષેત્રના માંધાતાઓને મળવાની છે જેથી પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપી શકે.તાજેતરમાં ફિલ્મનંુ એેક પોસ્ટર રિલિઝ થયું હતું જેમાં અનુજાની નવલકથાના મુખપૃષ્ઠ પાછળથી બંને મુખ્ય કલાકારો ડોકિયું કરી રહ્યાં છે એવું દર્શાવાયું હતું.

(6:25 pm IST)