Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

૨૦૨૧નું મોસ્ટ રોમેન્ટિક સોન્ગ – જલસોનું 'વહેતી રાત છે'

જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી મ્યુઝિક એપ છે. આ એપ પર ૧૯૪૦થી લઇને આજ સુધીના તમામ ફિલ્મી ગીતો, સુગમ સંગીત અને ફોક મ્યુઝિક, ગઝલોની સાથે મળીને લગભગ ૫૦,૦૦૦થી વધારે ગીતોનું અદભુત કલેકશન છે : 'વહેતી રાત છે ' ગીતના વ્યૂઝ પહોંચી ગયાં છે ૧૦૦૦૦૦ને પાર

મુંબઇ,તા. ૨૪ : પ્રેમને સીધો સંબંધ અભિવ્યકિત સાથે છે. બન્ને પાત્રો જયારે પ્રેમને વધારે ને વધારે અભિવ્યકત કરે છે, ત્યારે તે પ્રેમનો રંગ વધારે ઘેરો થાય છે. આ લાગણીઓમાં ઉદ્દિપકનું કામ કરે છે, ચોમાસાની આ ઋતુ. કવિ કાલિદાસથી લઈને તમામ સર્જકોએ પ્રેમને અને વરસાદને સાથે સાથે આલેખ્યા છે.

વરસાદની આ સીઝનમાં ગુજરાતીઓને પ્રેમમાં પાડવા તથા તેમને પ્રેમને વધારે રંગીન બનાવવા જલસો મ્યુઝિક એપ લઈને આવી રહ્યા છે, ૨૦૨૧નું મોસ્ટ રોમેન્ટિક સોન્ગ, 'વહેતી રાત છે'. ગુજરાતી સંગીતના દિવાનાઓને પ્રેમમાં તરબતર કરવા માટે, તેમના રોમાન્સને વધારે અભિવ્યકત કરવા માટેનું બેસ્ટ ઓપ્શન, એટલે જલસોનું 'વહેતી રાત છે'.

'વહેતી રાત છે'ગીતમાં પ્રેમના દરેકે દરેક ઇમોશન્સને ખૂબ જ સુંદર રીતે કેપ્ચર કરવામાં આવ્યા છે. એવું કહેવાય છે ને પ્રેમ એ ભૂલો અને યાદોની સાથે વણાતું પોત છે. બસ, આ ગીત પણ આપણને પ્રેમની એ યાદોમાં લઈ જવા સમર્થ છે. ભૂલો અંગેની લાગણીઓને પણ તે સરળતાથી સપાટી પર લાવે છે. પ્રેમને દરેક પાસાથી આ ગીત રજૂ કરે છે. આ ગીત આજના સાંપ્રત પ્રેમને બખૂબી રજૂ કરે છે.

વહેતી રાત છે મખમલી

ધીમી છે લહેર

સૂતું છે શહેર

ધીરેથી થઈ ઘેરી અસર

વહેતી રાત છે મખમલી

ગુજરાતી સંગીતના ખૂબ જ જાણીતા ગાયક ભૂમિક શાહ દ્વારા 'વહેતી રાત છે'ને અવાજ આપવામાં આવ્યો છે. આ ગીતને સંગીત આપ્યું છે, પિનાક ત્રિવેદીએ અને લખ્યું છે નૈષધ પુરાણીએ. યુથ આઇકોન બની શકે તેવા આ ગીતનું ફિલ્માંકન પણ કરવામાં આવ્યું છે. ગુજરાતી સિને જગતના ખૂબ જાણીતા અને દિગ્ગજ દિગ્દર્શક સંદિપ પટેલ દ્વારા આ વીડિયો સોન્ગને ડિરેકટ કરવામાં આવ્યું છે. એક કપલના જીવનની નાની – નાની રાતોની વાતોને સાંકળીને આ વીડિયો સોન્ગનું પિકચરાઇઝેશન કરવામાં આવ્યું છે. જાણીતી અભિનેત્રી આરોહી પટેલ વીડિયો એડિટરની ભૂમિકા ભજવી રહી છે. ન્યૂ કમર્સ મૌલિક ચૌહાણ અને જૈની શાહ પર આ ગીતનું પિકચરાઇઝએશન કરવામાં આવ્યું છે. સખત યુથફૂલ લાગતા આ ગીતના વીડિયોમાં નાના નાના કિસ્સાઓ યાદ આવે, અને મન ગમતાં પાત્રને ઝંખવા લાગે તેવી ફીલ આપવામાં આવી છે.

આ ગીત અંગે વાત કરતાં જલસોના ફાઉન્ડર બીનોતી શાહ જણાવે છે કે 'આ ગીત દિલથી જવાન અને પ્રેમમાં મસ્ત હોય તેવા યુગલો માટે બનાવવામાં આવ્યું છે. મને આનંદ છે કે ટીમ જલસો દ્વારા આ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.'

જલસોનું 'વહેતી રાત છે'ગીત ગુજરાતી લિસનર્સને સમર્પિત કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ગીતના વ્યૂઝ ૧૦૦Kના આંકડાને પાર કરી ગયા છે.

જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી મ્યુઝિક એપ છે. આ એપ પર ૧૯૪૦થી લઇને આજ સુધીના તમામ ફિલ્મી ગીતો, સુગમ સંગીત અને ફોક મ્યુઝિક, ગઝલોની સાથે મળીને લગભગ ૫૦,૦૦૦થી વધારે ગીતોનું અદ્ભત કલેકશન છે. આ ખૂબીની સાથે સાથે જલસો પોતાના અવનવા ઓરિજિનલ કોન્ટેન્ટ માટે પણ લોકમાનિતી બનેલી પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે. લગભગ ૨.૫ લાખથી વધુ ડાઉનલોડ્ઝ ધરાવતી આ એપ્લિકેશન વિશ્વભરના ગુજરાતીઓને પોતાના મૂળથી જોડાયેલા રાખે છે.

જલસોનું આ નવું નક્કોર ગીત તમે એકસકલુઝિવલી સાંભળી શકો છો જલસો મ્યુઝિક એપ પર, તથા આ ગીતનો વીડિયો જોઈ શકો છો, જલસોની યુ-ટ્યૂબ ચેનલ પર.

(10:12 am IST)