Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

આવા રોલની આદત પડી ગઇ છેઃ કંગના

બોલીવૂડમાં કંગના રનોૈત અલગ જ પ્રકારના અભિનય માટે જાણીતી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે અભિનય ક્ષેત્રે સતત પ્રયોગો કરતી આવી છે અને સફળ ફિલ્મો થકી પોતાની સક્ષમતા સાબિત કરતી આવી છે. તેણે અભિનય થકી આજે બોલીવૂડમાં અલગ જ મુકામ બનાવ્યું છે. હવે તેની ફિલ્મ 'જજમેન્ટલ હૈ કયા' આવી રહી છે. જેમાં રાજકુમાર રાવ સાથે તેની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ મર્ડર મિસ્ટ્રી પર આધારીત છે. કંગના તદ્દન અલગ જ ક્રેઝી કેરેકટરમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર બધાને ખુબ ગમ્યું છે. કંગના માટે આ ફિલ્મનો રોલ કોઇ પડકારજનક નથી. તે કહે છે મને હવે આ પ્રકારના રોલ નિભાવવાની આદત પડી ગઇ છે. આવા રોલ હું અગાઉ પણ નિભાવી ચુકી છું. હું આવા પાત્રો સાથે વધુ ન્યાય કરી શકુ છું. મને તેનો ખુબ અનુભવ થઇ ગયો છે. કંગનાને સંગીતનો પણ ખુબ શોખ છે. તો સમય મળ્યે પકોડા બનાવીને ચા સાથે શ્વાદ માણવો તેને ખુબ પસંદ છે. આ વાતો તેણે કપિલના શોમાં કહી હતી.

(10:06 am IST)
  • અમરનાથ યાત્રામાં વધુ ૪ શ્રધ્ધાળુના મોત સાથે હવે મૃત્યુઆંક ૩૦ access_time 4:15 pm IST

  • ઈચ્છાપોર મેઈન રોડ ઉપર : સુરત : 'એટીએમ'માંથી લાખોની ચોરી : ૧૪ લાખ લુંટીને તસ્કરો છૂ access_time 4:15 pm IST

  • દિલ્હીની સુચનાની રાહ જોઇ રહ્યો છું, કર્ણાટકમાં સરકાર રચવા બાબતે યેદુયુરપ્પાની મહત્વની જાહેરાત access_time 4:16 pm IST