Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ટીવી પરદે આવ્યા પહેલા સેલ્સમેન તરીકે કામ કરતો હતો જય ભાનુશાળી

ટીવી પરદાના ખુબ જાણીતા અભિનેતા જય ભાનુશાળીએ બોલીવૂડમાં ફિલ્મ પણ કરી લીધી છે. જય અભિનય કરવાની સાથે ટીવી શોના હોસ્ટ તરીકે પણ ખુબ નામના મેળવી ચુકયો છે. તે કહે છે હું મારા જુના દિવસોને યાદ કરતો જ રહુ છું. હું અભિનયના ફિલ્ડમાં આવ્યો એ પહેલા સેલ્સમેન તરીકે કામ કરતો હતો. મને મારી આ વાત જણાવવામાં જરાપણ શરમ આવતી નથી. ૨૦૦૭માં મને એકતા કપૂરની સિરીયલ કયામતમાં રોલ મળ્યો હતો અને એ પછી હું ચાહકોમાં જાણીતો થઇ ગયો હતો. મેં અન્ય કેટલાક શો અને કેટલીક એડમાં પણ કામ કર્યુ હતું. જય કહે છે મારા પિતા કહેતા કે પૈસા કમાવવાનું કામ સરળ નથી હોતું. હું દસમુ ધોરણ પાસ કર્યા પછી મિત્રો સાથે ફર્યો નહોતો પણ મને પાર્ટ ટાઇમ નોકરી કરવાનું કહેવાયું હતું. મેં અભિનય ક્ષેત્રે આવ્યા પહેલા પુસ્તકો વેંચ્યા હતાં અને કેટલીક શૂઝ કંપનીના સેલ્સમેન તરીકે કામ કર્યુ હતું. મને કેટલાક લોકોએ આ કામ મુકીને હીરો બની જા...તેવું કહેતાં મેં એ વાત ગંભીરતાથી લીધી હતી અને અભિનય ક્ષેત્રે કારકિર્દીનો પ્રયાસ કર્યો હતો. આજે હું સફળતાથી અત્યંત ખુશ છું. હાલમાં જય બાળકોના સિંગીંગ રિયાલીટી શોને હોસ્ટ કરી રહ્યો છે.

(10:06 am IST)