Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

કપિલ શર્મા દર અઠવાડિયે કરોડપતિ બનતો હતો

‘ધ કપિલ શર્મા શો'ની ત્રીજી સીઝનમાં કપિલે દરેક એપિસોડ માટે તગડી ફી વસુલી

મુંબઇ તા. ૨૪ : સોની પર આવતો ધ કપિલ શર્મા લોકોને ભરપુર મનોરંજન પુરુ પાડે છે. લોકો નવી સિઝનને લઈને ઉત્‍સુક છે. આ શોના ત્‍યારે હાલ કપિલ શોમાંથી બ્રેક લઈને તેની ટીમ સાથે વિદેશમાં હાસ્‍યનો ડોઝ આપવાની તૈયારી કરી રહ્યો છે. તે કેનેડા ટુર પર છે. આ દરમિયાન કપિલે ‘ધ કપિલ શર્મા શો'ની ત્રીજી સીઝન માટે કેટલા રૂપિયા લીધા છે તે પ્રશ્ન ખૂબ ચર્ચાઈ રહ્યો છે. શોની ત્રીજા સીઝનમાં કપિલે દરેક એપિસોડ માટે તગડી ફી વસુલી છે.

કપિલ શર્માના ઘણા ચાહકોના મનમાં આ પ્રશ્ન અનેકવાર આવે છે કે, કપિલ શર્મા એક એપિસોડ માટે કેટલા પૈસા લેતો હશે? શું તમે પણ જાણવા માંગો છો? જો હા, તો અમે તમને ‘ધ કપિલ શર્મા શો'ની ત્રીજી સિઝનમાં કપિલે કેટલો ચાર્જ લીધો તે અંગે જણાવીશું.

પહેલી અને બીજી સીઝન પછી કપિલને શોની ત્રીજી સીઝન માટે લોકોનો ઘણો પ્રેમ મળ્‍યો છે આ પ્રેમથી તેણે મેકર્સ પાસેથી તગડી ફી પણ વસૂલ કરી હતી. કપિલે ત્રીજી સીઝનમાં તેની ફીમાં લગભગ ૨૦ લાખ રૂપિયાનો વધારો કર્યો હતો.

રિપોર્ટ અનુસાર કપિલ શર્મા એક એપિસોડ માટે ૫૦ લાખ રૂપિયા લેતો હતો. એટલે કે શનિવાર અને રવિવાર એમ બે દિવસની તેની ફી લગભગ ૧ કરોડ હતી. કોમેડી શોની બીજી સીઝનમાં કપિલ એક એપિસોડ માટે ૩૦ લાખ રૂપિયા લેતો હતો. કપિલ દર અઠવાડિયે ૧ કરોડ રૂપિયા લેતો હતો, આ જ કારણ હતુ કે કપિલ ટીવીનો સૌથી વધુ કમાણી કરનાર કલાકાર બની ગયો છે.

અહેવાલ અનુસાર માત્ર કપિલ જ નહીં શોના અન્‍ય લોકોએ પણ તગડી ફી વસૂલ કરી છે. શોમાં સપનાની ભૂમિકા ભજવનાર અભિનેતા કૃષ્‍ણા અભિષેક દરેક એપિસોડ માટે ૧૦-૧૨ લાખ રૂપિયા ચાર્જ કરતો હતો, જયારે ચંદન પ્રભાકર પાસેથી ૭ લાખ રૂપિયા પ્રતિ એપિસોડ લેતો હતો. બીજી તરફ કીકુ શારદા દરેક એપિસોડ માટે ૫ લાખ રૂપિયા લેતો હતો. આ સિવાય શોમાં જોવા મળેલી અર્ચના પુરણ સિંહ શોના દરેક એપિસોડ માટે ૧૦ લાખ રૂપિયા ચાર્જ કરતી હતી.

(10:59 am IST)