Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

કોઇ હાથ પકડીને આગળ નહિ લઇ જાયઃ નીરજ કાબી

અભિનેતા નીરજ કાબીએ સુશાંતસિંહ રાજપૂત સાથે ફિલ્મ ડિટેકટીવ બ્યોમકેશ બક્ષીમાં સાથે કામ કર્યુ હતું. નીરજે કહ્યું હતું કે સુશાંતસિંહ રાજપુતનું નિધન એ આવનારા સઘર્ષ કરતાં એકટર્સ માટે વેક-અપ કોલ છે. હું સુશાંતને ડિટેકટીવ બ્યોમકેશ બક્ષીના સમયથી ઓળખતો હતો. તેની સાથે વધુ સમય પસાર કરવા નહોતો મળ્યો. પણ તેની સાથે જોડાયેલી યાદો અકબંધ છે. તેને પોતાના અને બીજા પ્રત્યે સતત સન્માન રહેતું હતું. તે સખત મહેનતુ હતો. આ કારણે જ તેણે બોલીવૂડમાં છાપ છોડી છે. તેનું ભવિષ્ય ઉજ્જવળ બનવાનું હતું. હું આ ઇન્ડસ્ટ્રીમાં આવનારા લોકોને સલાહ આપવા ઇચ્છુ છું કે એક હકિકત જાણી લો કે તમે અહિ એકલા આવ્યા છો. તમારી આંખો ઉઘાડી રાખો. એક વાતે સજાગ બનો અને જાણો કે અહિ કોઇ તમારો હાથ પકડીને તમને આગળ લઇ જશે નહિ. તમે જે સફળતા મેળવશો એ માત્ર તમારી મહેનત થકી જ હશે. તમે નિષ્ફળતા માટે પોતે જ જવાબદાર હશો. કાસ્ટીંગ ડિરેકટરનું બહાનુ ધરી શકશો નહિ. ઇન્ડસ્ટ્રીમાં મંજીલ મેળવવા માટે તમારે ખુબ જ લાંબો માર્ગ કાપી અનહદ ધૈર્ય રાખવું પણ એટલુ જ જરૂરી છે.

(9:56 am IST)