Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ફિલ્મ વોન્ટેડની સિક્વલ બનાવવાની તૈયારી....

મુંબઈ: સલમાન ખાન બોલિવૂડના સૌથી પોપ્યુલર એક્ટરોમાંનો એક છે. પોતાની કારકિર્દીમાં તેણે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં વર્ષ ૨૦૦૯માં આવેલી ફિલ્મ વોન્ટેડ પણ સામેલ છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુદેવાએ કયુંર્ હતં. આ ફિલ્મમાં સલમાન ઉપરાંત આયેશા ટાકિયા, પ્રકાશ રાજ અને દિવંગત એક્ટર વિનોદ ખન્ના મહત્ત્વની ભૂમિકામાં હતા. બોલિવૂડમાં હાલ ફિલ્મોની સિકવલ બનાવવાનો વાયરો ચાલુ છે એમાં પ્રભુદેવા હવે દબંગ થ્રી બાદ વોન્ટેડની સિકવલ ફિલ્મ બનાવવાના મૂડમાં છે. જો કે હાલ સલમાન ખાન આવતા વર્ષ સુધી વ્યસ્ત હોવાથી વર્ષ ૨૦૨૧માં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરે એવી પરિસ્થિતિ છે.

(5:13 pm IST)
  • ઐતિહાસિક મંદિરમાં તસ્કરો ત્રાટક્યા :ચંબલમાં 50 વર્ષ જૂની બે ડઝન મૂર્તિઓની ચોરી :ચંબલ ઘાટીમાં વસેલા ફુપના જૈન મંદિરમાંથી 22 મૂર્તિઓની ચોરી થતા સનસનાટી :તમામ મૂર્તિઓ ઐતિહાસિક અને અને અંદાજે 50 વર્ષ જૂની ગણાવાઈ છે :ચોરાયેલ તમામ મૂર્તિઓ કિંમતી અને અષ્ટધાતુની હતી access_time 10:54 pm IST

  • BSNL પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથીઃ કંપની ઉપર ૧૩૦૦૦ કરોડની છે જવાબદારી : ભારત સંચાર નિગમની હાલત ડામાડોળઃ કંપની પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથી જેની રકમ થાય છે રૂ. ૮પ૦ કરોડઃ ડીસે. ર૦૧૮ ના અંત સુધીમાં રૂ. ૯૦,૦૦૦ કરોડથી વધુનું પરિચાલન નુકસાન વેઠવું પડયું હતું access_time 3:50 pm IST

  • મનોજ તિવારીને ધમકી આપનાર શખ્શની ધરપકડ :આરોપીએ પ્રખ્યાત થવા ધમકી આપ્યાનું રતન :દિલ્હી ભાજપના પ્રમુખ ને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર વિશ્વજીત નામના શખ્શને ઝડપી લેવાયો access_time 12:50 am IST