Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહે બોક્સ ઓફિસ ઉપર ધુમ મચાવીઃ ૩ દિવસમાં ૭૦.૮૩ કરોડની કમાણી કરી

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર હાલમાં ચર્ચામાં છવાયેલો છે. ગયા શુક્રવારે રિલીઝ થયેલી તેની ફિલ્મ કબીર સિંહ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. પ્રેમ, બ્રેકઅપ અને જુદાઈના વિષય પર બનેલી ફિલ્મમાં શાહિદનો અલગ લુક જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં શાહિદની સાથે કિયારા અડવાણીની જોડી છે.

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે ફિલ્મે બોક્સઓફિસ પર પહેલા દિવસે  20.21 કરોડ અને બીજા દિવસે 22.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે રવિવારે કુલ 27.91 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળતા મેળવી છે. આમ, કબીરે સિંહે રિલીઝના ત્રણ દિવસની અંદર કુલ 70.83 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મનું બજેટ માત્ર 60 કરોડ રૂપિયા હતું.

કબીર સિંહના પાત્રમાં શાહિદ કપૂરે અફલાતુન કામ કર્યું છે. તે જાણે પોતાના જીવી ગયો છે. ફિલ્મમાં કિયારા ખૂબ સુંદર લાગી રહી છે અને તેણે ઓછા ડાયલોગ અને સ્ક્રીન સ્પેસ મળવા છતાં આંખોથી એક્ટિંગ કરી છે. ફિલ્મમાં દોસ્ત શિવાના રૂપમાં સોહમ મજૂમદારની ભૂમિકા ઉલ્લેખનીય છે. તે મનોરંજન સાથે દિલને સ્પર્શી જાય છે. અર્જન બાજવા, સુરેશ ઓબેરોય અને નિકિતા દત્તાએ પોતાના પાત્રો સાથે ન્યાય કર્યો છે. દાદીના રૂપમાં સીનિયર એક્ટ્રેસ કામિની કૌશલને જોવું સુખદ સાબિત થાય છે.

(5:05 pm IST)
  • રાજયસભાની ચૂંટણીના ૫ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર મનીષ દોશી, બાબુભાઈ પટેલ, ચંદ્રિકાબેન ચુડાસમા સહિત ૫ નામો ઉપર કોંગ્રેસના ધારાસભ્યો કરશે મંથન access_time 5:39 pm IST

  • હોમગાર્ડ રોકી રોન્ગ સાઈડમાં જતી કાર :ભાજપના નેતાએ માર્યો લાફો :બોનેટ પર ચડાવીને ઢસડ્યો : હરિયાણાના રેવાડીના ભાજપ નેતા સતીશ ખોડાની દબંગાઈ :હોમગાર્ડના જવાનને કારના બોનેટમાં ચડાવીને ઢસડ્યો access_time 1:18 am IST

  • મુલાયમસિંહની ફરીવાર તબિયત લથડી : મેદાંતા હોસ્પિટલમાં દાખલ access_time 1:04 am IST