Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

ટીવી સીરીયલ તારક મહેતા ફેમશ દયાબેને શેર કરી તેની પ્રથમ બેબી ડોલ “સ્તૃતી”ની તસ્‍વીર પિંક કલરના બ્‍લેનકેટ અને વાદળી રંગના ટોપમાં સ્તૃતિ કયુટ લાગી રહી છે

તારક મહેતા કા ઉલટા ચશ્માની દયાબેન એટલે કે દિશા વાકાણીએ પોતાની 7 મહિનાની દીકરીની પહેલી તસવીર સોશયલ મીડિયા પર શેર કરી છે. 30 નવેમ્બર 2017 તેમને બેબી ગર્લને જન્મ આપ્યો હતો. જેનું નામ સ્તૃતિ રાખવામાં આવ્યું છે. પિંક કલરના બ્લેન્કેટ અને વાદળી રંગના ટોપમાં સ્તૃતિ ઘણી ક્યૂટ લાગી રહી છે.

તસવીર શેર કરતા દીશાએ કેપ્શનમાં લખ્યું છે, વર્લ્ડ. દિશાની દીકરીની પહેલી તસવીર સામે આવ્યા બાદ ફેન્સે કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો. તે સાથે લોકોએ શોમાં પાછા ફરવાની વાત પણ કહી. હકીકતમાં દિશા દીકરીના જન્મ સમયથી શોથી દૂર છે.

કેટલાક દિવસો પહેલા પણ દિશા વાકણી દીકરી અને પરિવાર સાથે તિરુપતિ બાલાજી દર્શન કરવા ગઈ હતી. દરમિયાન પણ દિશાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીર શેર કરી હતી, જે ઘણી વાયરલ થઈ હતી. એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું હતું, ઈશ્વાર અમારા બાળકને આશીર્વાદ આપે અને તેને દરેક સંકટથી બચાવે.

દિશાએ વર્ષ 2015માં મુંબઈના ચાર્ડર્ટ અકાઉન્ટન્ટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાસીઆઈડીઅનેખીચડીજેવા પોપ્યુલસ શોનો પણ ભાગ રહી ચૂકી છે. જોકે, દિશાતારક મહેતા કા ઉલટા ચશ્માથી ઘર-ઘરમાં જાણીતી થઈ. શોના કારણે લોકો દિશાને દયાબેનના નામે ઓળખવા લાગ્યા.

ઉપરાંત દિશા બોલીવૂડમાં પણ કામ કરી ચૂકી છે. તેદેવદાસઅનેજોધા-અકબરજેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. દિશાતારક મહેતા કા ઉલટા ચશ્માશો સાથે વર્ષ 2008માં જોડાઈ હતી. શો ભારતીય ટેલિવિઝનમાં સૌથી વધુ સમય પ્રસારિત થનારો શો બની ગયો છે, જેના કારણે શોનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયું છે.

(8:58 pm IST)