Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

વિરાટ અને અનુષ્‍ઠાને એક શખ્‍સે લીગલ નોટીસ ફટકારી : અરહાનસિંહ નામનાં શખ્‍સને અનુષ્‍ઠાએ જાહેરમાં કચરો ફેંકવા બદલ ખખડાવી નાંખ્‍યો હતો તેથી તેને આ નોટીસ ફટકારી

મુંબઈ: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં અનુષ્કા એક શખ્સને રોડ પર કચરો ફેંકવાની બાબતે ઠપકો આપી રહી છે. ત્યારે હવે અરહાન સિંહ નામના આ શખ્સે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લીગલ નોટિસ આપી છે.

અરહાને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “આ મામલે હાલ હું કોઈ કમેન્ટ નથી કરવા માગતો. મેં તેમને નોટિસ મોકલી છે, હવે તેમના જવાબની રાહ જોઉં છું.જણાવી દઈએ કે વિરાટ કોહલી ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને અનુષ્કા જલ્દી જ વિરાટને જોઈન કરશે. અરહાનને અનુષ્કાએ રસ્તા વચ્ચે ખખડાવ્યો હતો, જેનો વીડિયો વિરાટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

અનુષ્કાનો વીડિયો વાયરલ થયા બાદ અરહાને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. તેણે લખ્યું કે, “મે ભૂલથી ડ્રાઈવ કરતી વખતે પ્લાસ્ટિકનો ટુકડો રોડ પર ફેંક્યો. ત્યારે જ ત્યાંથી પસાર થતી કારમાંથી અનુષ્કા ચીસો પાડીને મને આ વિશે ધમકાવ્યો. આ ભૂલ માટે હું માફી માગું છું, પરંતુ આ કચરો એ કચરાથી ઓછો હતો જે અનુષ્કાના મોઢેથી નીકળ્યો હતો. કે પછી વિરાટ કોહલીના કચરાથી ભરેલા દિમાગ કરતા ઓછો હતો, જેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો.

અરહાન બાદ તેની માતાએ પણવિરુષ્કાપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, “સફાઈના નામે આ પ્રકારે સસ્તી પ્રસિદ્ધિ મેળવી તે ખૂબ નિમ્ન કક્ષાનું છે. તમે પોતાની ફેન ફોલોઈંગ વધારવા માટે મારા દીકરાને ખરાબ ચિતર્યો.

(5:32 pm IST)
  • UK-India Week 2018 - શિલ્પા શેટ્ટી - ગ્લોબલ ઈન્ડિયન આઈકન : યુકે અને ભારત વચ્ચે વિનિંગ પાર્ટનરશીપની ઉજવણી કરવા માટે બીજો વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ સમારંભ યોજાઈ ગયો. 2018 ઈવેન્ટમાં એવા વ્યક્તિઓ અને સંગઠનો કે જેમણે આ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યુ તેમની સ્વીકૃતિ અને ઉજવણી કરવામાં આવી. ગ્લોબલ ઈન્ડિયન આઈકન એવોર્ડ શિલ્પા શેટ્ટી કુંદ્રાને આપવામાં આવ્યો. access_time 12:53 am IST

  • બિહારમાં લોકસભા ચુંટણી પૂર્વે ભાજપ અને નીતીશકુમાર(JDU) વચ્ચે ઘર્ષણ થયું શરુ : બિહારમાં આગામી લોકસભા માટે એનડીએની ભાગીદારીમાં સીટો વહેંચવા મુદ્દે વાતચીત હાલ ચાલુ નથી થઇ, પરંતુ જેડીયુએ મોલભાવ ચાલુ કરી દીધો છે. નિવેદનબાજી તમામ તરફથી જોરો પર ચાલી રહી છે. એનડીએમાં ભાજપ સહિત જેડીયુ, એલજેપી, આરએલએસપી પણ જોડાયેલી છે. સૌથી વધારે દરાર ભાજપ અને જેડીયુમા જોવા મળી રહી છે. જેડીયુએ 25 સીટો પર દાવો ઠોકીને વિવાદને હવા આપી છે. પ્રદેશનાં નેતા એકબીજાને દાવાઓ કાપી રહ્યા છે. access_time 12:44 am IST

  • ઉનાના ભેભા ગામના તળાવમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડુબ્યા : 1 નું મોત : 2 ને બચાવી લેવાયા : મૃતકની લાશ પીએમ માટે હોસ્પીટલમાં ખસેડાઇ access_time 12:58 am IST