Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ફિટનેસ મામલે ખુબ જ સચેત રહે છે વાણી

નવ વર્ષ પહેલા બોલીવૂડમાં શુધ્‍ધ દેસી રોમાન્‍સ ફિલ્‍મથી અભિનય કારકિર્દી શરૂ કરનારી વાણી કપૂર આજે સફળ અભિનેત્રીની હરોળમાં સામેલ છે. વાણી હમેંશો સોશિયલ મિડીયા થકી પણ ચાહકો વચ્‍ચે સતત ચર્ચામાં રહે છે. વાણીએ તાજેતરમાં કહ્યું હતું કે તે પોતાની ફિટનેસ સ્‍ટોરી અને બેલેન્‍સ્‍ડ લાઇફને લોકો સુધી પહોંચાડવા એક પ્‍લેટફોર્મ શરૂ કરવા ઇચ્‍છે છે. લોકો ન્‍યુટ્રિશન માટે પણ ચોક્કસ માહિતી મેળવી શકે તે માટે પણ વાણી ઉત્‍સાહિત છે. વાણીએ કહ્યું હતું કે હેલ્‍થ અને વેલનેસ માટે હું ખુબ લાગણીશીલ છું. મુંબઇ આવીને હું અભિનેત્રી બનવાની કોશિશ કરી રહી હતી ત્‍યારે મેં જાણી લીધું હતું કે મારે મારી જિંદગી માટે ખુબ જ ગંભીર રહેવું પડશે. હું શું ભોજન લઇશ તે માટે ચોક્કસ તકેદારી રાખવી પડશે. કારણ કે એ બાબત સીધી જ ફિટનેસ પર અસર કરે છ. તેને લઈને ખૂબ જ ડિસિપ્‍લિન્‍ડ રહેવું પડશે. મારી ફિટનેસ માટ હું સતત એલર્ટ રહુ છું. મારું ફિટનેસ સિક્રેટ લોકો સુધી પહોંચાડવા આગામી મહિનામાં હું પ્‍લેટફોર્મ લોન્‍ચ કરી દઇશ.

(10:18 am IST)