Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

બોલિવુડ ઍક્ટર વરૂણ ધવનની માસીનું દુનિયાને અલવિદા

ઍક્ટરે સોશિયલ મીડિયા પર આપી જાણકારી

મુંબઈ, તા. ૨૪ : બોલિવુડ એક્ટર વરુણ ધવનની માસીનું અવસાન થઈ ગયું છે. તેણે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. ધવને શનિવારે પોતાા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની આન્ટી સાથેની એક જૂની તસવીર શેર કરી છે. આમાં વરુણ ધવન પોતાની આન્ટીને ભેટતો દેખાઈ રહ્યો છે. આની સાથે તેણે લખ્યું કે, 'લવ યૂ માસી RIP' આ ઉપરાંત એક્ટરે ત્રણવાર ગાયત્રી મંત્ર લખ્યો છે.

વરુણ ધવનની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર બોલિવુડ સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું છે. સોનમ કપૂર, મલાઈકા અરોરા, નુસરત ભરૂચા, દિયા મિર્ઝા સહિત ઘણા સ્ટાર્સે વરુણ ધવનની માસીને શ્રદ્ધાંજલિ આપી છે.

વરુણ ધવનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'સ્ટ્રીટ ડાન્સર ૩ડી' ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે તે 'કુલ નંબર ૧'માં જોવા મળશે. પિતા ડેવિડ ધવનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન છે. આ ફિલ્મ ૧ મેના રોજ રિલીઝ થવાની હતી પણ કોરોના વાયરસને લીધે થયેલા લોકડાઉનને કારણે પોસ્ટપોન કરાઈ છે.

દેશમાં ફેલાયેલા કોરોના વાયરસની મહામારી વિરુદ્ધની લડતમાં વરુણ ધવને સકરારનું સમર્થન કર્યું અને તેણે પીએમ કેર્સ ફંડમાં રૂ. ૩૦ લાખનું ડોનેશન કર્યું. આ ઉપરાંત તેણે મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં રૂ. ૨૫ લાખનું યોગદાન આપ્યું.

(1:39 pm IST)