Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

મને નાનપણથી શ્રદ્ધા કપૂર માટે ક્રશ છે: ટાઇગર શ્રોફ

મુંબઇ:  એ લિસ્ટના કલાકારોમાં ગણાતા થઇ ગયેલા હોનહાર અભિનેતા ટાઇગર શ્રોફે એવો એકરાર કર્યો હતો કે મને મોખરાની અભિનેત્રી શ્રદ્ધા કપૂર માટે ક્રશ હતો.'યસ, અમે બાળપણથી સાથે ઊછર્યાં છીએ. એકમેકની નિકટ પણ હતાં. મને પહેલેથી એને માટે ક્રશ હતો પરંતુ મોઢામોઢ કહેવાની હિંમત મારામાં નહોતી' એમ ટાઇગરે કહ્યું હતું.હવે બંને જણ બાગી થ્રી ફિલ્મ સાથે કરવાનાં છે. બંને કલાકારોએ આ ફિલ્મના એક્શન શોટ્સની તાલીમ શરૃ કરી દીધી હતી. ટાઇગરે કહ્યું કે શ્રદ્ધા સાથે ફિલ્મ કરવાની છે એ વાતે હું સારો એવો ઉત્તેજિત છું. આ ફિલ્મમાં શ્રદ્ધા પણ કેટલાક જોરદાર એક્શન શોટ્સ આપવાની છે એટલે અમે બંનેએ એક્સપર્ટ એક્શન ડાયરેક્ટરના હાથ નીચે તાલીમ શરૃ કરી દીધી હતી.બાગી સિરિઝની પહેલી બંને ફિલ્મોમાં હીરો ટાઇગર શ્રોફ હતો. હીરોઇન તરીકે ટાઇગરની હાલની ગર્લફ્રેન્ડ મનાતી દિશા પટની હતી. બાગી અને બાગી ટુ બંને હિટ નીવડતાં કરણ જોહરે ટાઇગરને પોતાની સ્ટુડન્ટ ઑફ ધી યર ટુમાં હીરો તરીકે લીધો હતો. જો કે આ ફિલ્મે ધાર્યો બિઝનેસ કર્યો નહીં.હાલ શ્રદ્ધા વરુણ ધવન સાથે સ્ટ્રીટ ડાન્સર ફિલ્મ કરી રહી છે તો ટાઇગર રિતિક રોશન સાથે એક્શન ફિલ્મ કરવાનો છે. આ બંને કલાકારો પોતપોતાના હાલના પ્રોજેક્ટ્સમાંથી ફ્રી થાય ત્યારબાદ બાગી થ્રી ફ્લોર પર જશે.

(6:25 pm IST)
  • રાજધાની ટ્રેનને વધુ ગતિથી દોડાવાશે : મુંબઇ અને દિલ્હી વચ્ચે દોડતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનની મુસાફરીમાં હવે એક કલાક જેટલો સમય પ્રવાસીઓનો બચશ : નવેમ્બરમાં લેવાયેલા ટ્રાયલને રેલવે બોર્ડ દ્વારા લીલી ઝંડી આપી : હવે રાજધાની ટ્રેનને વધુ ગતિથી દોડાવવામાં આવશે access_time 2:08 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારતભરમાં સૌથી વધુ મત મેળવી નવો રેકોર્ડ સર્જવા તરફ : કેરળની વાયનાડ બેઠક ઉપર કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ૮.૩૮ લાખથી વધુ મતોની જંગી લીડ મેળવી ભારતમાં સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ સર્જશે : જયારે યુપીની અમેઠીની બેઠક ગુમાવી રહ્યા છે access_time 6:40 pm IST

  • વર્લ્ડકપ : ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમશે : ૧૬ જૂને પાકિસ્તાન સામે ભારતીય ટીમ તેની સૌથી હાઈપ્રોફાઈલ વન-ડે મેચ રમશે : ભારત હોટફેવરીટ access_time 3:54 pm IST