Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

રીમેક ગીતો બનવા જ જોઇએ, પણ ઓરિજીનલને નુકસાન ન થાય તે ખાસ જરૂરીઃ યો યો હનીસિંહ

મુંબઇ તા. ૨૪: બોલીવુડમાં પ્રતિષ્ઠિત સંગીત સંવેદનાઓમાંથી એક યો યો હનીસિંહવર્ષમાં બેક-ટૂ-બેક ચાર્ટબસ્ટર હિટ આપે  છે અને હવે આ રોકસ્ટારે રિમેક વિશે એક મહત્વપૂર્ણ અંતદ્વષ્ટિ શેર કરી છે. ગાયકે હંમેશા આપણને કોઇ ઓરિજનલની સાથે બ્લોકબસ્ટર રીમેક પણ આપ્યા છે જેમને દેશભરમાં વ્યાપક રીતે વખાણવામાં આવ્યા છે. યો યો હની સિંહનું માનવું છે કે એક ગીત ભલે તે ઓરિજનલ હોય કે પછી રિમેક, તે ટેકિનકલ રીતે યોગ્ય હોવું જોઇઅ. તો જ તે એક હિટ સાબિત થઇ શકે છે. આ વિષય પર વાત કરતાં યો યો હની સિંહે કહ્યું કે રીમેક એક સારી વાત છે અને તેમાં કંઇ ખોટું નથી. પણ એ ગીતને એ પ્રકારે બનાવવું જોઇએ કે તે ઓરિજનલ ગીતના ફલેવરને નુકસાન ન પહોંચાડે.

સિંગરે પોતે ઘણા ગીતોને રીમેક કર્યા છે. તેણે ગયા વર્ષે સોનૂ કે ટીટૂ કી સ્વીટીનું દિલ ચોરી અને છોટે છોટે પેગની સાથે હિટ ગીત આપ્યા છે. આ ગીતો હિટ થવા પાછળના કારણો પર વાત કરતાં હની સિંહ કહે છે,  મારો ઉદ્દેશ્ય આ ગીતોને રિમેક કરતી વખતે એવો હતો કે હું તેને બનાવું તો મારા નવા વર્જનની મુખ્ય કલાકાર પણ પ્રશંસા કરે. યો યો હની સિંહ એ પણ ઇચ્છે છે કે આ ટ્રેંડ કયારે અટકી ન જાય. રીમેક સારી વાત છે અને તે વધુમાં વધુ બનાવવા જોઇએ. પરંતુ રીમેક સારા હોવા જોઇએ અને હંમેશા ઓરિજનલ ગીતનું સન્માન જાળવવું જોઇએ. યો યો હની સિંહ પ્રશંસકોને વધુ નવા ગીત આપવા માટે તૈયારીમાં છે.

(11:50 am IST)