Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ટૂંક સમયમાં તૈયાર થશે કોમેડી ફિલ્મ હેરાફેરી-3

મુંબઈ:હેરાફેરીની ફ્રન્ચાઇઝીની ખબર સામે આવી છે. કહેવાય છે કે આ ફિલ્મનો ત્રીજો ભાગ જલદી બનાવામાંઆવશે. નિર્માતા ફિરોઝ નડિયાદવાળા આ ફિલ્મના ત્રીજા ભાગની તૈયારી કરી રહ્યો છે.કહેવાય છે કે આ ફિલ્મની તૈયારી ૨૦૧૬થી જ નીરજ વોરાએ શરૃ કરી દીધી હતી. પરંતુ દુર્ભાગ્યવશ તેઓ કોમામાં સરી પડયા અને અંતે તેમનું નિધન થઇ ગયું. ફિલ્મના નજીકના સૂત્રના અનુસાર '' ફિલ્મના ત્રણેય મુખ્ય અભિનેતાઓએ પોતાની તારીખો આપ્યા બાદ ગયા મહિને આ પ્રોજેક્ટને લોક કરવામાં આવ્યો છે. ડિસેમ્બર ૨૦૧૮થી ફેબુ્રઆરી ૨૦૧૯ સુધીમાં હેરાફેરી ૩ નું શૂટિંગ સ્ટાર્ટ ટૂ  ફિનિશ શેડયૂલમાં પુરું કરવામાં આવશે. આ ફિલ્મને ૨૦૧૯ના સેકન્ડ હાફમાં રિલીઝ કરવામાં આવે. ફિલ્મનો ત્રીજો ભાગ ઇન્દ્ર કુમાર દિગ્દર્શિત કરે તેવી શક્યતા છે. આ પહેલા તેણે મસ્તી અને ધમાલ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. સિનેમાઘરમાં ૧૮ વરસ પહેલા 'હેરાફેરી રિલીઝ થઇ હતી. આ ફિલ્મે દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની બેજોડ કોમેડીએ લોકોને ખડખડાટ હસાવ્યા હતા. આ ફિલ્મની પ્રથમ સીરીઝનું દિગ્દર્શન પ્રિયદર્શનનું હતું જ્યારે તેની સિકવલ 'ફિર હેરા ફેરીનું દિગ્દર્શન નીરજ વોરાનું હતું.
 

(4:36 pm IST)