Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

હું જે પહેરું છું તે બીજાના માટે ફેશન બની જાય છે: કંગના રનોત

મુંબઈ:બોલીવુડમાં ક્વિનના નામથી જાણીતી બનેલી અભિનેત્રી કંગના રાણોતનું માનવુ છે કે, તે એક સ્વતંત્ર અને મજબુત મહિલા છે. જેથી કરીને દેશ-દુનિયાની લાખો યુવતિઓ પોતાની જાતને તેની સાથે જોડીને જોઈ શકે છે. કંગનાએ જણાવ્યુ હતું કે, લોકો મારી સ્ટાઈલ સેન્સનું અનુકરણ કરે છે. કારણકે, મારા વસ્ત્રોથી લઈને દરેક સ્ટાઈલની પસંદગીમાં પ્રતિબિંબીત થતી આધુનિક વિચારધારા તરફ યુવતિઓ ઝડપથી આકર્ષાય છે. અનેક ફેશન ડિઝાઈનીંગ કંપનીઓ સાથે કામ કરી ચુકેલ આ બોલીવુડ અભિનેત્રીએ જણાવ્યુ હતું કે, મને લાગે છે કે, હું જે કંઈપણ પહેરુ છું દેશની હજારો યુવતિઓ તેનુ અનુકરણ કરે છે. 
દરેક યુવતિને પોતાનું અંગત જીવન અને કેટલીક પ્રાથમિક્તા હોય છે અને દરેક ભારતીય મહિલા પોતાને મુખ્ય પ્રવાહમાં જોવા માંગે છે. તે કોઈનાથી પણ પાછળ રહેવામાં માનતી નથી. તેણે જણાવ્યુ હતું કે, મારા વસ્ત્રોમાં પણ આ જ વિચારધારા પ્રતિબિંબીત થાય છે. 
બોલીવુડ અભિનેત્રી કંગનાએ જણાવ્યુ હતું કે, કલા સાથે જોડાયેલ કંઈપણ હોય તે તેના પર દરેક વ્યક્તિનો સમાન હક છે. કોઈ વ્યક્તિ વિશેષ તેને પોતાની ઈજારાશાહી ગણી શકે નહીં. કલા પાછળ એક વિચારધારા, અભિવ્યક્તિ અને નવી આશા હોય છે.

(4:34 pm IST)