Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સુહાનાને પોતાની ઈચ્છા મુજબ જીવવાની છૂટ આપતી બર્થ-ડે વિશ કરી શાહરૂખ ખાને

શાહરૂખ ખાને તેની દીકરી સુહાનાને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. સુહાના ૧૮ વર્ષની થઈ હતી. શાહરૂખે તેનો જૂનો ફોટો ટ્વિટર પર શેર કરતાં ટ્વીટ કર્યું હતું કે 'બધી દીકરીઓની જેમ મને ખબર છે કે તું પણ હવામાં ઊડવા માટે બની છે. તું ૧૬ વર્ષની હતી ત્યારથી જે કરી રહી હતી એ તમામ વસ્તુ હવે તું ૧૮ વર્ષની થઈ હોવાથી કાયદેસર રીતે કરી શકે છે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું'

ખજુરને બરાબર ધોયા પછી જ ખાવી હિતાવહ

અત્યંત પૌષ્ટિક અને મઝહબી રીતે પણ જેને ખાવી ખૂબ લાભદાયક છે એવી ખજૂર આમ તો બારેમાસ આપણે ત્યાં ખવાય છે પરંતુ ખાસ કરીને માહે રમઝાનમાં ખજૂરનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. ઈફતારીમાં તો ખજૂર જોઈએ જ. ત્યારે મધ્યપૂર્વના દેશોના તબીબો તથા સ્વાસ્થ્ય વિભાગે હાલમાર્ગ દર્શિકા જારી કરી જણાવ્યું છે કે ખજૂર ખાતાં પહેલા ખૂબ સારી રીતે ધોઈ લેવી જોઈએ. કારણકે ખજૂરીઓ પર સંખ્યાબંધ ચામાચીડીયાઓ વસતા હોય છે અને આ ચામાચીડિયાઓ કોટોના વાયરસના સંવાહક હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ભારતના કેરલમાં નિપાહ વાયરસને પગલે ડઝનબંધ લોકોના મોત નીપજી ચૂક્યા છે અને આ વાયરસ ચામાચીડિયા મારફત ફેલાય છે.ત્યારે ખજૂર ખાતી વખતે ભારતમાં પણ સાવધાની અત્યંત જરૂરી બની જાય છે.

(4:08 pm IST)