Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સેલિબ્રિટીની લાઈફ જીવવી સહેલી નથી લાગી રહી રણવીરને

રણવીર સિંહનું કહેવું છે કે સેલિબ્રિટીની લાઈફ જીવવી સહેલી નથી. સ્પોટલાઈટમાં રહેવું રણવીરનું સપનું છે અને તેને દર્શકો અને બોલીવુડ તરફથી પણ ઘણો પ્રેમ મળ્યો છે. તે તેની એનર્જી અને અટકચાળાં માટે ખૂબ જાણીતો છે, પરંતુ તેનું કહેવું છે કે તેની લાઈફ એટલી સરળ નથી. આ વિશે વધુ જણાવતાં રણવીરે કહ્યું હતું કે સેલિબ્રિટીની લાઈફ સહેલી નથી. તેમની લાઈફની ઝીણામાં ઝીણી વાતને પણ ખૂબ જ મોટી બનાવી દેવામાં આવે છે.

સ્માર્ટફોન અને એના કેમેરાને કારણે અમારી લાઈફમાં વધુ પ્રોબ્લેમ આવી ગયા છે. લોકોનું ધ્યાન અમારા તરફ એટલી હદની બહાર હોય છે કે અમે ઘણીવારએ તમામ બાબતોથી દૂર જવા માગતા હોઈએ છીએ. જોકે આ અમારે સહન કરવું રહ્યું. એકટર બનવું હોય તો આ સહન કરવું જ રહ્યું અને મને એની ખુશી પણ છે.(૩૦.૭)

(2:53 pm IST)