Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

યુટ્યુબ સેન્સેશનને મળ્યો હૃતિક રોશન

હૃતિક રોશન હાલમાં જ યુટ્યુબ સેન્સેશનને મળ્યો છે જેનો તે ફેન છે. હૃતિકે મંગળવારે ટ્વિટર પર ઈન્ડો- અમેરિન સિંગર વિદ્યા અય્યર સાથેનો ફોટો શેર કર્યો છે અને તેના ગીતને લાખો વ્યુઝ મળે છે. હૃતિકે વિદ્યાને તેના ઘરે મળવા માટે બોલાવી હતી. ટ્વિટર પર ફોટો શેર કરતાં હૃતિકે ટ્વીટ કર્યું હતું કે 'લેડિઝ એન્ડ જેન્ટલમેન, વિદ્યા વોકસ ઈન ધ હાઉસ ! તે મારા ઘરમાં છે. હું તેના વિશે શું કહું, તેનો હું ખૂબ જ મોટો ફેન છું. વિદ્યા વોકસ તારા મ્યુઝિક માટે આભાર. તને અને શંકર ટકર (મ્યુઝિક- આર્ટિસ્ટ)ને મળીને ખુશ થઈ.' (૩૦.૩)

(2:52 pm IST)