Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

શાહરૂખ અને સલમાન કરતાં આમિરને સારો એકટર માને છે કરીના

મિસ્ટર પર્ફેકશનિસ્ટની સાથે તેના ફેવરિટ એકટર્સમાં અજય, હતિક, રણબીર અને સૈફનો સમાવેશ છે

કરીના કપૂર ખાનનું માનવું છે કે સલમાન ખાન અને શાહરૂખ ખાન કરતાં આમિર ખાન વધુ સારો એકટર છે. કરીના તેના બિન્દાસ નેચર માટે જાણીતી છે અને તે તેના દિમાગમાં જે હોય એ કહેવા માટે જાણીતી છે. કરીનાએ અત્યાર સુધી શાહરૂખ, આમિર અને સલમાન સાથે કામ કર્યું છે. તેના પતિ સૈફ અલી ખાન, આમિર ખાનનું નામ લીધું હતું. સૈફ અને રણબીર તેની ફેમિલી છે એ સમજી શકાય, પરંતુ સલમાન અને શાહરૂખનું નામ ન લીધું એ નવાઈની વાત છે. રણબીરની ફિલ્મોની પસંદગીથી કરીના ખૂબ જ ખુશ છે અને તેનું કહેવું છે કે તે અત્યારના એકટર્સમાંનો સૌથી શ્રેષ્ઠ એકટર છે.(૩૦.૩)

(2:52 pm IST)