Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ચાર મહિલાની કહાની-લસ્ટ સ્ટોરિઝઃ ૧૫ જુને થશે રિલીઝ

જોયા અખ્તર, કરણ જોહર, અનુરાગ કશ્યપ સહિતના નિર્માતાઓની ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મને દિવાકર બેનર્જીએ નિર્દેશીત કરી છે. ચર્ચા છે કે આ ફિલ્મમાં ચાર નિર્દેશકોની કહાનીઓ દર્શાવાશે. આ કહાનીઓમાં રાધિકા આપ્ટે, ભૂમિ પેડનેકર, મનિષા કોઇરાલા અને કિયારા અડવાણી છે. ચાર અલગ-અલગ મહિલાઓની આ કહાની છે. જેમાં રાધિકા પ્રોફેસરના રોલમાં, ભૂમિ નોકરાણીના રોલમાં છે, જે માલિકના પુત્રને પ્રેમ કરે છે. જ્યારે કિયારા અડવાની અને વિક્કી કોૈશલ તથા નેહા ધુપીયાની એક કહાની છે. તો અન્ય કહાનીમાં મનિષા, સંજય કપૂર અને જયદીપ અહલાવત જોવા મળશે. આ ફિલ્મ ૧૫મી જુનના રિલીઝ થશે.

 

(9:37 am IST)