Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ 'તેરે નામ'ની 16 વર્ષ પછી બનશે સિક્વલ

મુંબઈ:વર્ષ ૨૦૦૩માં ફિલ્મમેકર સતીષ કૌશિકની આવેલી ફિલ્મ તેરે નામ બાદ સલમાન ખાનની કારકિર્દીમાં એક નવો વળાંક આવ્યો હતો. ફિલ્મમાં તેની સાથે લીડ રોલમાં ભૂમિકા ચાવલા હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખૂબ જ પસંદ થઈ હતી અને સુપરહિટ સાબિત થઈ હતી. સલમાન અભિનીત આ ફિલ્મના ગીતો આજે પણ લોકપ્રિય છે. ૧૬ વર્ષ બાદ આ ફિલ્મની સિકવલ બનાવવાની યોજના ચાલી રહી છે. ફિલ્મમાં સલમાન અભિનીત પાત્ર રાધેને ખૂબ જ પસંદ કરાયું હતું. ફિલ્મના બીજા ભાગમાં નવી સ્ટોરી હશે તેમ જ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ હશે જેનું મોટાભાગનું શૂટિંગ ઉત્તર ભારતમાં થશે.

(5:19 pm IST)