Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

રેકોર્ડતોડ બુકીંગ

'એવેન્જર્સ' માટે ૨૪ કલાક ખુલ્લા રહેશે સિનેમાઘર

મુંબઇ તા. ૨૪ : હોલિવૂડની ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમે' લઇને ભારતમાં ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ રશિયન બ્રધર્સના માર્વેલ કોમિકસના પાત્રો પર બનાવવામાં આવી છે. આ ફિલ્મે ભારતમાં રિલીઝ પહેલા જ શોર મચાવી દીધો છે. ફિલ્મનું સતત એડવાન્સ બૂકિંગ જોઈને, એવું લાગે છે કે ભારતભરમાં થિયેટર્સ ઓછા પડી જશે પરંતુ પ્રેક્ષકો ઓછા નહીં પડે. દર્શકોની આ માંગને ધ્યાનમાં રાખીને દેશભરમાં ૨૪ કલાક મલ્ટિપ્લેકસ ખોલવા માટે પરવાનગી આપવામાં આવી છે. એટલે કે હવે એન્ડગેમના વધુ શો જોવા મળશે અને ટિકિટ પણ વધશે.

આ ફિલ્મ ૨૬ મી એપ્રિલના રોજ ભારતમાં રિલીઝ થઇ રહી છે, પરંતુ એડવાન્સ બૂકિંગ ૨-૩ અઠવાડિયા પહેલા જ શરુ થઇ ચુકયુ હતુ. ખર્ચાળ ટિકિટ હોવા છતા પણ વેચઇ ગઇ હતી. રિલીઝ પહેલા પણ ભારતમાં એક ટિકિટ બાકી રહી નથી એટલે કે તમામ સીટ રિલીઝ પહેલા જ બે અઠવાડિયામાં બૂકિંગ થઇ ગઇ છે. આટલો જબરદસ્ત ક્રેઝ કોઇ ફિલ્મમાં જોવા મળ્યો નથી.

દર્શકોને જોતાં દેશમાં કેટલાક મોટા મલ્ટિપ્લેકસમાં મોડી રાત સુધી શો બતાવવા માટે પરવાનગી માંગી હતી. તાજેતરમાં તેને ૨૪ કલાકના શો માટે લીલી ઝંડી મળી છે, એટલે કે દર્શકો ફકત રાત્રે જ નહીં રાત્રે ૧૨ વાગ્યેા પછી પણ શો જોઇ શકશે, એ માટે નવી રાત્રિના સમય માટે શેડ્યૂલની યોજના બનાવી શકે છે. અત્યાર સુધી આવી પ્રક્રિયા ફકત વિદેશી દેશોમાં જ જોવા મળતી હતી.

માહિતી અનુસાર ભારતમાં એવેન્જર્સ એન્ડગેમે ૨૦૦૦ અને ૨૫૦૦ની વચ્ચે સ્ક્રીન મળશે, પરંતુ હવે શોની સંખ્યા મોટી થશે અને ટિકિટોમાં પણ વધારો થશે. એવેન્જર્સ એન્ડગેમ હિન્દી, તમિલ અને તેલુગુમાં અને અંગ્રેજીમાં રજૂ કરવામાં આવશે. ૨૪-કલાક શો માટે આ પરવાનગીઓ ફકત 'એવેન્જર્સ એન્ડગેમ' માટે જ આપવામાં આવી છે.

ટ્રેડ પંડિતોનું માનીએ તો શોની સંખ્યામાં વધારો થતા એવેન્જર્સ એન્ડગેમનું ઓપનિંગ કલેકશન ૫૦ કરોડથી પણ વધુ હોવાની સંભવના છે. આ ફિલ્મે રિલીઝ પહેલા રેકોર્ડ કમાણી કરી દીધી છે. આ ફિલ્મે એક દિવસમાં ૧૦ લાખ ટિકિટો વેચીને તમામ રેકોર્ડ્સ તોડ્યા છે.(૨૧.૨૩)

(3:56 pm IST)
  • મોદી વિરોધી મતોનું રાહુલ ગાંધી વિભાજન કરે છે: કેજરીવાલ: કેજરીવાલે પણ કહયું કે દિલ્હીમાં આપ-કોંગી રહયો નથીઃ રાહુલ ગાંધી ગઠબંધન ઇચ્છતા નથી access_time 4:00 pm IST

  • યુપી- રાજસ્થાનમાં આંધી- તોફાન- ધુળનું વાવાઝોડુ ફુંકાશેઃ ૩૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ તામીલનાડુ- શ્રીલંકાના પૂર્વીય તટો પર ૪૮ કલાકમાં ચક્રાવતી તોફાન ત્રાટકશે :અરબી સમુદ્ર તથા દક્ષીણ- પશ્ચિમ બંગાળાની ખાડી અને દક્ષીણ પૂર્વ શ્રીલંકા ઉપર ભૂમધ્ય લો પ્રેશર કાલે સર્જાઈ શકે છેઃ જે ૩૬ કલાકમાં ડિપ્રેશનમાં ફરે તેવી શકયતા છેઃ હિમાચલ, જમ્મુ- કાશ્મીર, બિહાર, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડીશા, છત્તીસગઢ અને દક્ષીણી આંતરીક કર્ણાટકમાં અલગ- અલગ જગ્યાએ ૩૦ થી ૪૦ કિ.મી. પવનની ગતી સાથે આંધી- તોફાન અને વિજળી પડી શકે છેઃ હવામાન ખાતુ access_time 3:48 pm IST

  • અરવિંદ કેજરીવાલ સહિત આપના ૩ નેતા વિરૂદ્ધ માનહાની કેસમાં નોન બેરેબલ વોરન્ટ ઈસ્યુ access_time 5:18 pm IST