Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ટીવી અભિનેત્રીઓ કરે છે અભિનેતા કરતાં વધુ કમાણી

ટીવી પરદે કામકરી રહેલા કલાકારો કરોડોની કમાણી કરતાં હોય છે. નાગિન-૨, કસોટી જિંદગી કી-૨, નાગિન-૩ સહિતના શોએ ટીઆરપીમાં રેકોર્ડ તોડ્યા છે. તો આ શોની અભિનેત્રીઓએ કમાણીમાં બોલીવૂડ સ્ટારને પણ પાછળ રાખી દીધા છે. ટીવી અભિનેતાઓ કરતાં અભિનેત્રીઓ અનેક ગણી વધારે કમાણી કરે છે. કારણ કે મોટા ભાગના ટીવી શો મહિલા પ્રધાન હોય છે. કોઇપણ શોને હિટ બનાવવા માટે અભિનેત્રીનો રોલ વધુ મહત્વનો છે. એવી સાત અભિનેત્રીઓ જોઇ જે એક એપિસોડ દીઠ નેવુ હજારથી દોઢ લાખ સુધી ફી વસુલ છે અને મહિને કરોડો કમાય છે. દિવ્યાંકા એપિસોડ દિઠ દોઢ લાખ, હીના ખાન સવા લાખ, જેનિફર એક લાખ, અનિતા નેવું હજાર, સુરભી જ્યોીત એક લાખ, કરિશ્મા તન્ના એક લાખ અને એરિકા એંસી હજાર રૂપિયા એક એપિસોડ દિઠ વસુલ કરે છે. 

(9:54 am IST)