Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

કૃષ્ણા અને ભારતી સાથે મળી લાવી રહ્યા છે નવો કોમેડી શો

કપિલ શર્માનો નવો શો ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયો છે. માત્ર ત્રણ એપિસોડ જ દર્શાવાઇ શકયા હતાં. આ આ શોની જગ્યાએ કૃષ્ણા અને ભારતીનો નવો શો આવી રહ્યો છે. કૃષ્ણાએ કહ્યું હતું કે કપિલ સાથે મને ખુબ લાગણી છે, આજે તે ભારતો નંબર વન સ્ટેન્ડઅપ કોમેડિયન છે. તે ખુબ સારુ કામ કરે છે. તે જલ્દી સાજો થઇ પાછો કામ પર આવે તે માટે મેં પ્રાર્થના કરી છે. ભારતીએ પણ કહ્યું હતું કે કપિલને માફ કરી દેવો જોઇએ, તેણે અત્યાર સુધી બધાને ખુબ હસાવ્યા છે. તેનાથી ભુલ થઇ ગઇ હશે. તે ફરી સામે આવશે ત્યારે કોઇ તેની સામે ઉભુ નહિ રહી શકે. કૃષ્ણા અને ભારતીનો શો બહુ ઝડપથી શરૂ થશે. કૃષ્ણાએ કહ્યું હતું કે હું અને ભારતી મોટો શો લાવવા ઇચ્છતા હતાં, અમને નહોતી ખબર કે આ રીતે અચાનક કોઇ સ્લોટ ખાલી મળી જશે.

(9:52 am IST)
  • અમેરિકા - ટેનેસીનાં નેશવીલમાં એક વેફલ હાઉસમાં રવિવવારે થયેલ ભયંકર ગોળીબાર કરનાર કથિત નગ્ન હુમલાખોર, ૨૯ વર્ષીય ટ્રાવીસ રેનકિંગને પોલીસે દબોચી લીધો : ગઈકાલની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કુલ ૪ લોકો માર્યા ગયા હતા અને ૪ ઘાયલ થયા હતા : મેટ્રો નેશવીલ પોલીસ ડીપાર્ટમેન્ટે હુમલાખોરની ધરપકડ થયાનું જણાવ્યું હતું access_time 12:02 am IST

  • પાટણનાં મીઠીધારીયાલ ગામ પાસે જીપનો થયો ભયંકર અકસ્માત : અકસ્માતમાં ત્રણ લોકોના મોત : ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. access_time 8:43 pm IST

  • દિલ્હીનો ખૂંખાર માફિયા ઠાર : નવી દિલ્હી નજીક નોઇડા ખાતે ખૂંખાર માફિયા બલરાજ ભટ્ટી એસટીએફ સાથેનાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે access_time 9:59 pm IST