Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

પૂજા હેગડેએ 15 મિનિટમાં ફિલ્મના ગીતનું શૂટિંગ કર્યું

મુંબઈ:અભિનેત્રી પૂજા હેગડે અત્યારે પોતાની તેલુગુ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ અમેરિકામાં થઇ રહ્યું છે. તાજેતરમાં જ ફિલ્મનું એક ગીત રિલીઝ થયું હતું જેને પૂજાએ ફક્ત 15 મિનિટમાં જ ફાઇનલ કરી દીધું હતું. પૂજાએ અમેરિકામાં વ્યસ્ત રસ્તાઓની વચ્ચે શૂટિંગ કરવાનું હતું. ટીમને આ સીક્વન્સ ફિલ્માવા માટે ઘણો ઓછો સમય મળ્યો હતો. પૂજાએ પોતાનું પરફેક્શન બતાવતા ડાંસ સીક્વન્સ એક જ ટેકમાં પૂર્ણ કરી દીધી હતી. પૂજાએ આ ગીત માટે દરરોજ 8 કલાકનું રિહર્સલ કર્યું હતું.

પોતાના ડાંસને એક જ ટેકમાં પૂર્ણ કર્યા પછી પૂજા કહે છે કે, “અમારે દિવસનાં અજવાળામાં ગીત શૂટ કરવું પડ્યું, કેમ કે અહીં ઘણી જ ભીડ હોય છે અને અમે ભીડથી બચવા ઇચ્છતા હતા. અમારી ટીમે આ ચેલેન્જ ઉઠાવ્યું અને પ્લાન પ્રમાણે શૂટ કર્યું. મારી સમગ્ર ટીમે મને સાથ આપ્યો.

(6:21 pm IST)