Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

'ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર': અનુપમ ખેર ડો. મનમોહનસિંઘના રોલમાં: ૨૧ ડિસેમ્બરે આવશે ફિલ્મ

બોલીવૂડના પીઢ અભિનેતા અનુપમ ખેર ફિલ્મોમાં વિલનગીરી તથા કોમેડી સહિતના રોલ કરી ચુકયા છે. હવે તે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘનો રોલ એક ફિલ્મમાં ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નામ 'ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર' એવું રખાયું છે. જેના નિર્દેશક વિજય રત્નાકર અને નિર્માતા બોહરા બ્રધર્સ છે. તસ્વીરોમાં અનુપમ ખેર ડો. મનમોહનસિંઘના લૂકમાં જોઇ શકાય છે. આ ફિલ્મ ૨૧ ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. અક્ષય ખન્ના, સુઝેન બર્નાર્ટ, આહના કુમરા સહિતના કલાકારો પણ છે. આહના પ્રિયંકા ગાંધીના રોલમાં જોવા મળશે.

(3:51 pm IST)