Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

વિક્રમાદિત્યએ કર્યા હર્ષવર્ધન કપૂરના વખાણ

બોલીવૂડ સ્ટાર અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરની બીજી ફિલ્મ 'ભાવેશ જોષી-સુપરહીરો'નું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. હર્ષવર્ધને આ પોસ્ટર સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર પોસ્ટ કર્યુ હતું. જેમાં તેનો ચહેરો દેખાતો નથી. એક સુપરહીરો કાળા કપડામાં લડતો જોવા મળે છે.

આ ફિલ્મનું નિર્દેશક વિક્રમાદિત્ય મોટવાનીએ કર્યુ છે. તે કહે છે કે મને ખુશી છે કે મેં આ ફિલ્મ હર્ષવર્ધન સાથે બનાવી. આ ફિલ્મમાં તેણે શાનદાર કામ કર્યુ છે. દર્શકો પણ આ ફિલ્મને ખુબ પસંદ કરશે. ભાવેશ જોષી-સુપરહીરો એક યુવાન છોકરાની કહાની છે. ફિલ્મનું શુટીંગ મુંબઇ તથા આસપાસમાં જ થયું છે. ફિલ્મમાં જોરદાર એકશન દ્રશ્યો પણ છે. ૨૫મી મેના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે. હર્ષવર્ધને બોલીવૂડમાં મિઝર્યા ફિલ્મથી એન્ટ્રી કરી હતી. પણ એ ફિલ્મ ફલોપ સાબિત થઇ હતી.

(9:49 am IST)