Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

પતિ સાથે મારે ખુબ સારો તાલમેલ છેઃ સુરવીન ચાવલા

હેટ સ્ટોરી-૨ની હોટ અભિનેત્રી સુરવીન ચાલવાએ પાર્ચ્ડ જેવી ફિલ્મમાં પણ બોલ્ડ રોલ નિભાવ્યો છે. તેણે અક્ષય ઠક્કર સાથે લગ્ન કરી લધા પછી આ વાતને બે વર્ષ છુપાવી રાખી હતી. સુરવીને તાજેતરમાં કહ્યું હતું કે તેની કારકિર્દીમાં પતિ ખુબ જ મદદરૂપ થાય છે. આ કારણે જ લગ્ન પછી પણ પોતે ફિલ્મોમાં કામ કરી રહી છે. સુરવીને કહ્યું હતું કે હું ફિલ્મોમાં કિસના કે ન્યુડ સિન આપુ તો તે સામે પણ પતિને વાંધો નથી. લગ્ન પછી મારે કારકિર્દી સાથે કોઇ સમાધાન કરવું પડ્યું નથી. સ્ક્રિપ્ટની જરૂરિયાત હશે તો હું કોઇપણ સિન કરતાં અચકાઇશ નહિ. સુરવીને કહ્યું હતું કે પતિ સાથે મારે ખુબ સારો તાલમેલ છે.

(9:48 am IST)