Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

રીત્વિક રોશનને લઈને 'પિરામિડ' ફિલ્મ બનાવશે ભંસાલી

મુંબઇ:  ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી નજીકના ભવિષ્યમાં ટોચના અભિનેતા રિતિક રોશનને લઇને એક પિરિયડ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. અગાઉ આ બંને ગુજારિશ ફિલ્મ સાથે કરી ચૂક્યા છે એટલે બંને વચ્ચે સારો મનમેળ પણ છે. ગુજારિશમાં પણ ઐશ્વર્યા રાય બચ્ચન રિતિકની હીરોઇન હતી. એ જ રીતે રિતિક અગાઉ આશુતોષ ગોવારીકર જોડે જોધા અકબર ફિલ્મ કરી ચૂક્યો છે જેમાં એની સાથે ઐશ્વર્યા રાય બચ્ચન હીરોઇન હતી. બાજીરાવ મસ્તાની અને તાજેતરમાં સુપરહિટ નીવડેલી પદ્માવત ફિલ્મો જોતાં ભણસાલીને પિરિયડ ફિલ્મ બનાવવાની સારી હથોટી આવી ગઇ હોય એવું જણાય છે. પદ્માવત અનેક વિરોધો અને હિંસક દેખાવો છતાં રજૂ થઇ અને સુપરહિટ પણ નીવડી. ગયા વરસે એવા અહેવાલ પણ વહેતા થયા હતા કે અમિશ ત્રિપાઠીની બેસ્ટ સેલર નીવડેલી ઇમ્મોર્ટલ્સ ઑફ મલુહા પરથી ભણસાલી ફિલ્મ બનાવવા માગે છે અને એમાં શિવાનો રોલ રિતિકને આપે એવી શક્યતા છે. પરંતુ એ વાત પછી આગળ વધી નહોતી. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ભણસાલી રિતિકને લઇને પિરિયડ ફિલ્મ બનાવવાના છે.

(4:59 pm IST)