Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

આર્યા-૨માં ફરી દમદાર લૂક સાથે આવી રહી છે સુષ્મિતા

અભિનેત્રી સુષ્મિતા સેને લાંબા સમય પછી ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝથી એન્ટ્રી કરી હતી. આર્યા નામની આ સિરીઝ લોકોને ખુબ પસંદ પડી હતી અને સુષ્મિતાના અભિનયએ પણ સોૈને આકર્ષિત કર્યા હતાં. હવે આર્યા-૨માં ફરી એક વખત સુષ્મિતા  દમદાર અવતાર સાથે પાછી આવી રહી છે. આર્યાની સફળતા પછી નિર્માતાઓએ બીજી સિઝનનું એલાન કર્યુ હતું. સુષ્મિતાએ પણ બીજી સિઝનની જાણકારી પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર આપી હતી. દરમિયાન તેણે પોતાના એકાઉન્ટ પર એક તસ્વીર પોસ્ટ કરી છે જેમાં તે જબરદસ્ત દેખાઇ રહી છે. આ લૂક આર્યા-૨નો હોવાનું કહેવાય છે. સુષ્મિતાએ આર્યા-૨નું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે. તેનો ગેંગસ્ટર લૂક જોવા મળશે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે તમારી લડાઇને આ ગેઇટની બહાર રાખો. જો અંદર આવવાનો પ્રયાસ કરો છો તો આ વોર છે એમ સમજજો. સિરીઝમાં ચંદ્રચુડસિંહ, સિકંદર ખેર, નમિત દાસ, મનિષ ચોૈધરી, જયંત કૃપલાણી સહિતના કલાકારો મહત્વની ભુમિકામાં છે.

(10:05 am IST)