Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ફરી એકવાર હોરર જોનરમાં ગુરમિતઃ સયાનીનો સાથ

હોરરના શોખીનો માટે વધુ એક ફિલ્મ આવી છે. ઝીફાઇવ પર 'ધ વાઇફ' રિલીઝ થઇ ચુકી છે. ગુરમિત ચોૈધરી અને સયાની દત્તા આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં છે. પતિ-પત્નિ એક એપાર્ટમેન્ટમાં રહેવા આવે છે એ પછી તેનો સામનો એક ખરાબ આત્મા સાથે થાય છે. તે સાથે જ ખુશખુશાલ જિંદગી જીવતું કપલ ગુરમીત અને સયાની  હેરાન પરેશાન થઇ જાય છે. તેમને સતત પોતાની આસપાસ અજીબોગરીબ ચીજોનો આભાસ થતો રહે છે.

સયાની ભૂતને જોવે છે પણ ગુરમિત એ માનવા તૈયાર હોતો નથી. પણ પછી એ પોતે પણ અનુભવ કરે છે. પતિ પત્નિ કઇ રીતે આત્માની ચુંગાલમાંથી બહાર નીકળે છે એ જોવું દિલચશ્પ છે. અનેક દ્રશ્યો સતત ડરાવી મુકે તેવા છે. ગુરમિત ચોૈધરી વધુ એક વખત હોરર જોનરની ફિલ્મમાં સામેલ થયો છે. અગાઉ તે ખામોશિયાં નામની હોરર ફિલ્મ પણ કરી ચુકયો છે. સયાનીએ આ હોન્ટેડ કહાની સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી છે. તે બંગાળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખુબ જાણીતી અભિનેત્રી છે. ત્યાં અનેક ફિલ્મો કરી ચુકી છે. 

(10:04 am IST)