Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

નેટફિલકસ પર સૌથી વધુ જોવાનારી ફિલ્મ બની પાણીપત

બોકસ ઓફિસ પર ધોવાઇ ગયેલી આ વોર ફિલ્મે OTT પર દેકારો બોલાવી દીધો છે

મુંબઇ તા. ર૪ :..  ફિલ્મ 'પાણીપત' જયારે રીલિઝ થઇ ત્યારે આશુતોષ ગોવારિકરની આ ફિલ્મ બોકસ ઓફીસ પર ધોવાઇ ગઇ હતી પણ હવે આશુતોષને જશ મળી રહ્યો છે અને એ પણ માત્ર ઇન્ડીયન ઓડિયન્સ જ નહીં પણ ઇન્ટરનેશનલ ઓડિયન્સ પાસેથી પણ. બન્યું છે એવું કે આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'પાણીપત' નેટફિલકસ પર રીલિઝ થયા પછી એકધારી ત્રણ વીકથી સતત નંબર વન પર રહી છે અને અત્યાર સુધીની ઇન્ડીયાની સૌથી હાઇએસ્ટ જોવાયેલી ફિલ્મ બની ગઇ છે. નેટફિલકસે જાહેર કરેલા આંકડા મુજબ, આ ફિલ્મ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર દસ લાખથી પણ વધુ લોકોએ જોઇ લીધી છે અને હજુ પણ એ એટલી જ ડિમાન્ડમાં છે.

જો 'પાણીપત' બોકસ ઓફિસ પર રીલિઝ થઇ ત્યારે આટલું જ ઓડિયન્સ એને મળ્યું હોત તો ફિલ્મે દોઢસો કરોડથી પણ વધારેના બિઝનેસ પર પહોંચી ગઇ હોત એ નકકી છે.

(11:54 am IST)