Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

પુત્ર કરણને વધુ એક તક આપશે સની દેઓલ

બોલીવૂડના માચોમેન સની દેઓલે ગયા વર્ષે પોતાના પુત્ર કરણ દેઓલને બોલીવૂડમાં લોન્ચ કરવા પલ પલ દિલ કે પાસ નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ બનાવવા ખુબ પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પ્રમોશન પણ મોટા પાયે થયું હતું. પરંતુ ફિલ્મ ફલોપ નિવડી હતી. કારણ એવું હતું કે ફિલ્મ નિર્દેશનની જવાબદારી કોઇ સારા નિર્દેશકને સોંપવાને બદલે સની દેઓલે પોતે આ કામ કર્યુ હતું. સની ખુબ સારો અભિનેતા છે, પરંતુ સારા નિર્દેશક તરીકેનો તેનો કોઇ રેકર્ડ નથી. પલ પલ દિલ કે પાસ ખરાબ બની તેના કારણે કરણને પણ ભોગવવું પડ્યું છે. જે હીરોની પહેલી જ ફિલ્મ બોકસ ઓફિસ પર પીટાઇ જાય તેને ફરીથી સ્થાન બનાવવા માટે ખુબ મહેનત કરવી પડે છે. સની દેઓલ હવે પોતે જ દિકરાને ફરીથી તક આપવા તૈયારીમાં છે. કદાચ સનીને ભુલ સમજાઇ ગઇ હશે આથી આ વખતે નિર્દેશકનું કામ બીજાને સોંપશે. સની પોતે જ ફિલ્મ પ્રોડ્યુસ કરશે.

(10:27 am IST)